માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો દોડતા માં મોગલને ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.
ભગુડામાં માં મોગલ બિરાજમાન છે. કાબરાઉમાં મણિધરમાં માં મોગલ બિરાજમાન છે. માં મોગલ અહીં હાજરા હજુર બિરાજમાન છે. ત્યાં લાખો દુખીયાઓ પોતાના દુઃખ લઈને ત્યાં જાય છે. માં મોગલ પોતાના બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે. આજે અમે તમને એક એવા મોગલમાં ના મંદિર વિષે જણાવીશું કે જેના વિષે કોઈ નહિ જાણતું હોય અને ત્યાં માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મોગલ માતાનું મંદિર અમદાવાદમાં આવેલું છે. માં મોગલ અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના આંગણે બિરાજમાન છે. આ પરિવાર ની દીકરી વિદેશમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી હતી. ત્યાં દીકરીને રાતે માં મોગલ ના સપના આવતા હતા.
પણ દીકરી કઈ સમજી શકતી નહોતી. એક દિવસ માતાજીએ દીકરીને સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું અને દીકરીએ બીજા દિવસે એક ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર માં મોગલનું હતું. માં મોગલ એ દીકરીને પરચો આપ્યા પછી તે બ્રાહ્મણ દીકરીના ઘરે માં મોગલની સ્થાપના કરવામાં આવી હતી અને આજે અહીં હજારો લોકો માં મોગલના દર્શન કરવા માટે આવે છે.
માં મોગલ તેમની બધાની મનોકામના પુરી કરે છે. અમદાવાદમાં આવેલા માં મોગલના મંદિરમાં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો. આ પરિવારના આંગણે માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. માં મોગલ અમદાવાદમાં આવેલા આ બ્રાહ્મણ ના ઘરે પ્રેમાળ સ્વરૂપ માં સાક્ષાત બિરાજમાન છે.