Categories
જ્યોતિષશાસ્ત્ર

27 ઓક્ટોબર : સાઈબાબાની કૃપાથી આ રાશિઓને લાગશે લોટરી.જાણો તામારો આજનો દિવસ કેવો રહેશે ?

મેષ રાશિ

આજે તમારી અંદર ઉર્જાનો સંચાર રહેશે અને આત્મવિશ્વાસ વધારે હશે .આજે તમારે પૈસામાં ઘટાડો થઈ શકે છે એટલે ખર્ચ કરતા ધ્યાન રાખો. ગણના માહોલના લીધે તમે ઉદાસ રહી શકો છો આજે તમે સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ કરશો. આજે તમને ઘણા લોકો પ્રેમ કરશે પરંતુ ઘરના લોકો ઘણું બધું સંભળાવશે જેથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે .આજે તમને ખબર પડશે કે તમારું લગ્ન જીવન ખૂબ જ સુંદર છે.

ઉપાય : લીલા રંગની કાચની સીસીમા પાણી ભરીને ગરમીમાં રાખશો અને એ પાણીનું સેવન કરશો તો પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે

વૃષભ રાશી

આજે તમને તમારા મિત્રો તરફથી સહયોગ મળશે જેથી તમે ખૂબ જ ખુશ રહેશો. જે લોકોને તમે જાણો છો એમના તરફથી તમને નવા પૈસા કમાવાની રીતો શીખવા મળશે. તમારા મજાકીયા સ્વાભાવને લીધે આજે તમે આજુબાજુના લોકોને ખૂબ જ ખુશ રાખશો. અને વાતાવરણ પ્રફુલ્લિત બનાવશો .તમારા વ્યક્તિગત જીવન માટે લાગણીઓનો અનુભવ કરાવો એના માટે આ યોગ્ય સમય નથી .આજે તમને ઘરના કોઈપણ નજીકના સભ્ય સાથે સમય વિતાવવાનો મોકો મળશે. સંબંધીઓ જોડે મજાક કરવાનો સમય મળશે અને બધા જ ખુશ થશે .આજે તમને અહેસાસ થશે કે તમારો આખો દિવસ બરબાદ થઈ ગયો છે.

ઉપાય : તમારા જીવનસાથી ને ચાંદીથી બનાવેલો હાથી ગિફ્ટ કરો જેથી તમારા પ્રેમ સંબંધ ખૂબ જ સારા થશે

મિથુન રાશિ

ખોટી વાતોમાં તમારી ઊર્જાને વ્યર્થ ન કરો. કોઈપણ વાદવિવાદ થાય તો એનાથી દૂર રહો. આજે તમે પૈસાની બાબતે પરેશાન થઈ શકો છો. તમારા નજીકના મિત્રો તમારી જોડે ઉધાર માગી શકે છે. સાંજે રસોડાની વસ્તુઓમાં ખરીદી કરવી પડી શકે છે. જીવનમાં દોડધામ કરતી વખતે પણ તમે આજે ખુશ રહેશો. આજે તમે તમારા અમુક મિત્રોને બહુ દિવસો બાદ મળશો .આજે તમે ગ્રહના ઇશારા પ્રમાણે ધાર્મિક બાબતોમાં રુચિ દાખવી શકો છો. તમે મંદિર જઈ શકો છો અને ત્યાં જઈને દાન દક્ષિણા કરીને ધ્યાન પણ ધરી શકો છો.

ઉપાય : ઓમ બુદ્ધાય નમઃ મંત્ર સાંજ સવાર 11 વખતે કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને સ્વાસ્થ્ય સારું રહેશે

કર્ક રાશિ

આજે કોઈપણ બીમારી વિશે ચર્ચા કરતી વખતે દૂર રહેવું. ખરાબ તબિયતને સાઈડમાં રાખીને તમને મનગમતા કામ કરવા જોઈએ. કારણકે તમે જેટલી બીમારી વિશે વાત કરશો એટલી જ તમને તકલીફ થશે. આજે તમે તમારી હોશિયારી થી કામ કરશો તો વધારે પૈસા કમાઈ શકો છો. તમારો જીવનસાથી તમારા જીવનની અંદર વધુ ખુશીઓ સુખ અને સમૃદ્ધિ લાઇ શકે છે તમારું જીવનસાથી તમારાથી ખીજાઈને રહી શકે છે જેથી તેમની કાળજી લેવી.

ઉપાય : સારા સ્વાસ્થ્ય માટે અને આનંદમય જીવન માટે તમારે ઘરનું મધ્યસ્થાન સાફ કરવું જોઈએ

સિંહ રાશી

આજે તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો અને આજના દિવસ તમારા માટે ખૂબ જ તંદુરસ્ત રહેશે. જે લોકોને તમે ઓળખો છો એ લોકો જોડે વાર્તાલાપથી તમે કંઈક નવું શીખી શકો છો .ઘણા લોકો તમારા ઘરે આજે આવી શકે છે જેથી તમે આનંદ  મહેસુસ કરી શકો છો. જ્યારે તમે તમારા જીવનસાથી જોડે બહાર જાવ તો ખરાબ વર્તનથી દૂર રહેવું .ઘરમાં સાફ-સફાઈ રાખશો તો તમારા જીવનમાં વધુ ખુશીઓ આવશે.

ઉપાય : આજે તમે ખરાબ આદતોને ત્યાગ કરશો તો તમારા વિચારો શુદ્ધ બનશે જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે

કન્યા રાશિ

આજે તમને કોઈ કામ સારા કામ માટે પ્રેરિત કરી શકે છે સફળતા માટે તમારો વિચાર બદલાઈ શકે છે. તમારો દ્રષ્ટિ કોણ પણ બદલાશે જેથી તમારે ધંધાકીય બાબતમાં ખૂબ જ ફાયદા થશે. આજે તમારો જીવનસાથી તમને ખુશ રાખવા માટે ઘણી કોશિશ કરતું જણાશે જો કોઈ વ્યક્તિ તમારી વાત સમજતું ન હોય યા સાંભળતું ન હોય તો આવી પરિસ્થિતિમાં તમારે શાંત રહેવું જોઈએ.

ઉપાય : સંત ઓમ આદિત્ય નમઃ શ્લોકનો જાપ કરવો

તુલા રાશિ

તમારે આજે તમારી ભાવનાઓને નિયંત્રિત કરવી પડશે નહીં તો લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમે ઇન્વેસ્ટ કરી શકો છો જેથી તમને ધન લાભ થશે દરેક કાર્ય તમારે આજે ખૂબ જ ઉર્જા થી અને જીંદાદિલીથી કરશો તો તમને પ્રગતિ દેખાશે. આજે તમારો પ્રેમ એ તમને ખુલ્લા દિલથી દરેક વાત કરશે દરેક કામ કરતી વખતે એકાગ્ર રહેશો તો તેના સારા પરિણામ મળશે.

ઉપાય : કાળા કે સફેદ તલને કાબરચિત્રા કપડામાં બાંધીને પોતાના પાસે રાખો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

વૃષીક રાશિ

આજે તમે માનસિક તણાવ મહેસુસ કરશો આજે તમે બીજા લોકો જોડે કેવો વ્યવહાર કરો છો. એ પ્રમાણે તમારી મનોસ્થિતિ રહેશે પૈસાની બાબતે સંયમ રાખવો નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. કોઈ વ્યક્તિની સલાહ તમને આજે આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ થઈ શકે છે. ઘરમાં થતા બદલાવ તમને ભાવુક બનાવી શકે છે.આજે તમે જાણશો કે તમારા જીવનસાથી ની જિંદગીમાં તમારું કેટલું મહત્વ છે. તમારી ખોટી આદતો આજે તમને ભારે પડી શકે છે જેની તમારે કાળજી રાખવી.

ઉપાય : માં દાદી કે કોઈ ઘરડા મહિલાના આશીર્વાદ લેવા જેથી તમને ખૂબ જ ફાયદો થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે

ધન રાશી

પોતાની જાતને ખુશ રાખવા માટે કલ્પનાઓમાં જો કોઈ સાડી ખૂબસૂરત અને શાનદાર તસવીર બનાવો. પરિવારમાં કોઈ સદસ્ય બીમાર પડી શકે છે જેથી તમારે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે .જો કે તમારે પૈસા બાબતે આજે એટલી ચિંતા રહેશે નહીં. તમારે આજનો સમય તમારા બાળકો જોડે પસાર કરવો જોઈએ જે તમને ખુશ રાખશે .આજે તમે તમારા પ્રેમી જોડે ફરવાનું પ્લાન બનાવી શકો છો જે સફળ રહેશે અને બંને વચ્ચેનું અંતર દૂર થશે. તમારા માતા-પિતાને આજે ઈજા પહોચી શકે છે.

ઉપાય : સફેદ પાલતુ કૂતરાને ખવડાવવું જેથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે

મકર રાશિ

આજે તમારો સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે તમારા ગ્રહો આજે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જેથી તમારે દરેક પ્રકારના લાભ થઈ શકે છે. અને પૈસા કમાવાના સંજોગો બની શકે છે. પતિ પત્ની માટે આજે ખૂબ જ સારો દિવસ રહેશે બંને માટે પ્રવાસ કરવો ખૂબ જ ઉપયોગી રહે છે .બંને વચ્ચેના મત ભેદો પણ આજે દૂર થઈ શકે છે. કોઈ નાની મોટી વાતને લીધે તમારે અનબનબની શકે છે

ઉપાય : ફટકડીથી બનેલી માળા બીજા લોકોને ગિફ્ટ આપશો તેમની જોડે તમારા પ્રેમ સંબંધો શું થશે

કુંભ રાશિ

આજે તમે ખૂબ જ ઉર્જાથી કામ કરશો જેથી તમે તમારા કામ ધાર્યા કરતા ઓછા સમયમાં પતાવી શકશો. આજે પૈસાની બાબતે તમારે આજનો દિવસ ચિંતા રહેશે .આજે તમને કોઈ છેતરી શકે છે એનો ખાસ ધ્યાન રાખવું. આજે તમારે તમારા પરિવારમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે .પણ એનું નિરાકરણ ખૂબ જ જલ્દીથી આવી જશે. આજે તમે ધાર્મિક બાબતોથી જોડાયેલા રહેશો અને મંદિરમાં જઈ શકો છો.

ઉપાય : માં સરસ્વતીની મૂર્તિ આગળ લીલા રંગનું ફૂલ ચઢાવવું અને આરાધના કરવી જેથી તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે

મીન રાશિ

આજે કોઈપણ વસ્તુ ખાતા ધ્યાન રાખો કે બહુ જ કેલેરી વાળી વસ્તુઓથી દૂર રહેવું .આજે તમારે પૈસામાં ખર્ચ થઈ શકે છે જેથી થોડી ઘણી સમસ્યાઓનું પણ સામનો કરવો પડી શકે છે. જો તમારી અંદર ખૂબ જ ઉર્જા હશે અને સકારાત્મક ભાવ હશે તો તમારા દરેક કામ સરળતાથી થશે. અને માનસિક તણાવ પણ ઓછો થશે. આજે તમારે કોઈ નાનો મોટો પ્રવાસ થઈ શકે છે જે યાદગાર રહેશે.

ઉપાય : શરીરને તંદુરસ્ત રાખવા માટે આજે સૂર્ય સ્નાન કરવું

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *