હિન્દૂ ધર્મમાં ધનતેરસ ના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ ના દિવસે લોકો પોતાના ઘરે નવી નવી વસ્તુઓ ખરીદી કરી ને લાવતા હોય છે. કાર્તિકમાસના કૃષ્ણપક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાવસ્યાને દિવાળીનો પર્વ ઉજવાય છે. આ બન્ને જ દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયં સિદ્ધિ મૂહૂર્ત છે. આ વખતે ધનતેરસ 4 નવેમ્બરે ગુરૂવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધની દેવી લક્ષ્મીની પૂજા કરાય છે.
જૂના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કોડી રાખી એમનો લક્ષ્મી પૂજનના સમયે કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી એને તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી બરકત વધે છે.
જો તમે ધનતેરસના દિવસે તમારા ઘરે શ્રી લખેલો ચાંદીનો સિક્કો ખરીદી કરીને લાવો છો તો તમારા ઘરે ક્યારે પૈસા ખૂટતા નથી. અને કોઈ તમારા ઘરે પૈસા આવતા રોકી નઈ શકે.
જો તમે ધનતેરસ ના પાવન તહેવાર પર હનુમાનજી તસ્વીર સાથે ચાંદીનો સિક્કો ઘરે લાવો છો તો અને આ સિક્કો તમારા ઘરમાં કે ખિસ્સામાં રાખો છો તો તમને ઘણા પ્રકારના ફાયદા થાય છે અને અકસ્માતનો ભય દૂર થાય છે.
ધનતેરસ કે દિવાળીને વિધિવત પૂજા પછી ચાંદીથી નિર્મિત લક્ષ્મી અને ગણેશની મૂર્તિને ઘરના પૂજા સ્થળે મૂકવૂં જોઈએ. ત્યારબાદ દરરોજ એમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે.
ધનતેરસ કે દિવાળીની સાંજે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો અને માતા લક્ષ્મીના ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડીઓ મૂકો. અડધી રાત પછી આ કોડીઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. આ પ્રયોગથી તરત જ આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે.
ધનતેરસ કે દિવાળી પર મહાલક્ષ્મી યંત્રનો પૂજન કરી વિધિ વિધાન પૂર્વક એમની સ્થાપના કરો. આ યંત્ર ધન વૃદ્ધિ માટે વધારે ઉપયોગી ગણાય છે. ઓછા સમયમાં વધારે ધન વૃદ્ધિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે.
ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણમાં ગાયને ઘીનો દીપક લગાડો. દીવેટમાં રૂની જગ્યા લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો આ ઉપાયથી પણ ધનનો આગમન થવા લાગે છે.
ધનતેરસ કે દિવાળીના દિવસે બિલ્વ ઝાડના નીચે બેસીને કુબેર યંત્રને સામે રાખી કુબેર મંત્રને શુદ્ધતા પૂર્વક જાપ કરો. યંત્ર સિદ્ધ થયા પછી આ ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો, એની સ્થાપના પછી દરિદ્રતાના નાશ થઈ પ્રચુર ધન અને યશની પ્રાપ્તિ થાય છે.