Categories
ધાર્મિક

આ હનુમાનદાદાના દર્શન માત્રથી લગ્ન થઈ જાય છે.સ્પર્શ કરી આશીર્વાદ લો.તમારી મનોકામના પણ દાદા પૂરી કરશે

મનુષ્ય સુખ અને દુઃખનો પડછાયો છે દોસ્તો વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે અનેક બંધનોથી બંધાયેલો હોય છે. અને જીવનરૂપી આ મોહ માયાથી વિમુખ થઈ શકતો નથી. જીવનમાં સુખ અને દુઃખ એ આવતા જ રહે છે. પણ દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ ને પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી એક અલગ ઊર્જા અને શક્તિ મરે છે. જો વ્યક્તિ ભગવાન પર પૂરેપૂરી આસ્થા રાખતો હોય તો ભગવાન તેની મનોકામના પૂરી કરતા હોય છે માટે જ ભક્તો દુઃખના સમયે એવી અને દેવતાઓની પોતાના ઇષ્ટદેવની માનતા રાખતા હોય છે.

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે જેમાં તમને હનુમાન દાદાના મંદિરો પણ જોવા મળશે હનુમાન દાદા પરમ રામભક્ત હતા. તેમનામાં ભક્ત તરીકેના અને ભગવાન તરીકેના તમામ ગુણો જોવા મળે છે. અનેક સ્થળે આપણે હનુમાનદાદાના સ્વયંભૂ મંદિર પણ જોઈએ છીએ આજે એવા જ એક મંદિર વિશે તમને જણાવવાના છીએ કે જે મંદિર તમારી અનોખી પ્રકારની માનતા પણ પૂરી કરે છે. આજે અમે તમને જે મંદિર વિશે જણાવીશું એ હનુમાનદાદાનું મંદિર અંગ્રેજ કાર વખતનું છે.

હનુમાન દાદા નું આ મંદિર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે. હનુમાનજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. અને ક્યારેય લગ્ન પણ નહોતા કર્યા પણ પ્રેમી યુગલો માટે અમદાવાદમાં આવેલું આ મંદિર પવિત્ર લગ્નનું સ્થાન બન્યું છે.

વેલેન્ટાઈન ડે ના દિવસે પણ યુગલો અહીં આવી પ્રભુતાના પગલા પાડે છે હનુમાન દાદા નું આ મંદિર અત્યાર સુધીમાં 10,000 થી વધુ લગ્ન કરાવી ચૂક્યો છે. આ હનુમાનદાદાના મંદિરને લગનીયા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે યુગલો અહીં લગ્ન કરવા માંગે છે તેમના ફોર્મ ભરવામાં આવે છે અને તેમની પાસેથી આઈડી પ્રૂફ પણ લેવામાં આવે છે.

અહીં દાદા પાસે આવેલા તમામ યુગલના 24 કલાક માટે તેમના દ્વાર ખુલ્લા રહે છે. મંદિરના પૂજારી પણ અહીં વેલેન્ટાઇન બાબાના નામે ઓળખાવા લાગ્યા છે. આ લગનીયા હનુમાનજીના મંદિરની એક રોચક વાત તમને કરીએ તો આ મંદિરની નજીક થોડા જ વર્ષો પહેલા એક કોર્ટ હતી. અને આ કોર્ટમાં હિન્દુ સંસ્કૃતિથી લગ્ન કરવા માટે એક મહારાજની જરૂર તેમને પડતી હતી. અને આ વિધિ લગનીયા હનુમાનજીના પુજારી કરાવતા હતા. સમય જતા અહીંથી કોર્ટો જતી રહી પણ આ હનુમાન મંદિરે લગ્ન કરવા માટે યુગલો છે એ આવતા જ રહ્યા અને મંદિરના પૂજારી યુગલોને અહીં લગ્નના આશીર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *