માં મોગલ ના પરચા બધે જ વખણાય છે મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલ ના જો એક વાર દર્શન થઈ જાય તો પણ ભક્ત ધન્ય થઈ જતા હોય છે કહેવાય છે કે જો ભક્તો માં મોગલના મંદિરે દર્શન કરવા જાય છે. તો મા મોગલ એના આશીર્વાદથી હસતા મોઢે ભક્તોને ઘરે પાછા મોકલે છે આ સાથે જો સાચા જ મનથી મા મોગલ ને પૂજવામાં આવે એને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
આજ સુધી મા મોગલ એ ઘણા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે અને લાખોની સંખ્યામાં આવતા ભક્તોના પરચા પણ પૂરા કર્યા છે આજે માં મોગલના એક એવા જ પડચા વિશે જાણીશું જેમાં એક યુવક પોતાની મનને માનેલી માનતા પૂરી કરવા માટે રૂપિયા 10000 મા મોગલ ના ધામે જઈને ચલણે અર્પણ કરવા પહોંચે છે ત્યારે કહેવામાં આવે છે. કે લોકો માં મોગલ ઉપર ખૂબ જ શ્રદ્ધાને ખૂબ જ વિશ્વાસ રાખતા હોય છે.
તો આજે આવા જ એક યુવકના પરચા વિશે આપણે સાંભળીશું. યુવક પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ૧૦૦૦૦ રૂપિયા લઈને કાગડાઓ ધામ માં મોગલના દર્શન માટે પહોંચ્યો હતો ત્યારે ત્યાં કાગડાઓ ગામમાં બધા જ જાણે છે કે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.
મા મોગલ પર શ્રદ્ધા રાખીને જો મનોકામના કરવામાં આવે તો મોગલ દરેકને માનતાઓ અવશ્ય પૂર્ણ કરે છે .મણીધર બાપુ વિશેષમાં જણાવતા કહ્યું કે મા મોગલ ને કોઈ પણ પ્રકારના આવા દાનભેદ ની જરૂર નથી. વધુમાં એમને જણાવ્યું કે એ તો માત્ર વાતો ભક્તોના ભાવની જ ભૂખે છે તેથી જ તો કહેવામાં આવે છે. કે દુનિયાનો અંત આવે ત્યારે તો મા મોગલ ની શરૂઆત થાય છે.
મા મોગલ તેના દરેક ભક્તોને હંમેશા ખુશ સુખી અને હસતા રાખે છે મનોકામના પૂર્ણ કરવા આવેલા યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને 10,000 રૂપિયા લઈને મણીધર બાપુ એમાં એક રૂપિયો ઉમેરીને તેને 10,000 એક રૂપિયા પાછા આપ્યા. અને કહ્યું પૈસા તું તારા ફોઈને આપજે જેથી મા મોગલ તારી માનતા 101 ગણી સ્વીકારશે માં મોગલ તારા પર ખુશ થશે આ કોઈ ચમત્કાર ન માનતા મા મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો છે એનું જ ભળ છે.