Categories
ધાર્મિક

નવરાત્રીમાં આ વસ્તુઓ ઘરે લાવવાથી ખુદ માં અંબે તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે

દોસ્તો નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે. આજે 29 સપ્ટેમ્બર ના રોજ નવરાત્રી નો ચોથો દિવસ છે અને નવરાત્રી દરમિયાન મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. અને મા દુર્ગા જે ભક્ત પુરી શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે. તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે પણ મા દુર્ગાને પ્રસન્ન કરવા માગતા હોવ તો ઘરમાં આ વસ્તુઓ અચુક લાવો.

મોર પંખ

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો નવરાત્રી દરમિયાન મોર પંખ ઘરમાં લાવવામાં આવે તો તેને શુભ ગણવામાં આવે છે. મોર પંખના ઘરમાં આવવાથી તમારા પરિવારના તમામ વાસ્તુદોષ દૂર થાય છે. અને જો પૂજા કર્યા બાદ તેને બાળકો ના રૂમમાં અથવા તો પુસ્તકમાં મૂકવામાં આવે તો તેમના અભ્યાસમાં પણ સારું સુધારો જણાય છે.

તુલસીનો છોડ

હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.તમે કોઈપણ દેવી-દેવતા નો ચરણામૃત કે પ્રસાદ બનાવતા હોય તો તેમાં તુલસીના પત્તા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે નવરાત્રીમાં જો તમે તુલસીનો છોડ ઘરે લાવી વાવો છો તો મા દુર્ગાની કૃપા તમારા પર રહે છે. અને ઘરમાં સુખ શાંતિ રહે છે.

શંખ પુષ્પી નું મૂળ

માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસો દરમિયાન શંખપુષ્પી નું મૂળ ચાંદીના ડબામાં રાખવામાં આવે અને આ ડબાને જુઓ ઘરની તિજોરીમાં મૂકવામાં આવે તો ધન તેમજ ધાન્યની પ્રાપ્તિ થાય છે.અને ક્યારેય આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો.

સફેદ વસ્તુઓ

માન્યતા અનુસાર જો નવરાત્રીના શરૂઆતના દિવસોમાં તમે ઘરમાં સફેદ વસ્તુઓ લાવશો તો ઘરમાં સુખ અને સંપત્તિ બંને આવે છે. આ સફેદ વસ્તુમાં તમે મીઠાઈ દૂધ ચોખા સફેદ કપડાં વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જો દોસ્તો તમે ઉપર બતાવેલ વસ્તુઓ ઘરમાં લાવશો તો માં દુર્ગાની અસીમ કૃપા તમારા પર રહેશે અને તમે ધન અને ધાન્યથી સમૃદ્ધ થશો તેમજ ઘર અને પરિવારમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *