શનિદેવ ૧૪૫ દિવસ સુધી આ ૩ રાશીને કરશે માલામાલ, જુઓ છે તમારું નામ?

Astrology

શનિને બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે, જેના કારણે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે. શનિ સારા કાર્યો કરનારને શુભ ફળ આપે છે અને ખરાબ કાર્યો કરનારાઓને અશુભ ફળ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવએ મકર રાશિ માંથી 29 એપ્રિલના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જૂન મહિનામાં વક્રી થઈ અને હવે શનિદેવ 12 જુલાઈના રોજ ફરીથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ પ્રકારે 145 દિવસ સુધી શનિ દેવ મકર રાશિમાં બિરાજમાન છે અને 6 મહિના સુધી ત્યાં જ બિરાજમાન રહેશે. જાન્યુઆરી 2023 ના રોજ, તે કુંભ રાશિમાં તેની યાત્રા શરૂ કરશે. જેનાથી આ 3 રાશિના જાતકોને લાભદાયી ફળ મળશે. તો ચાલો જાણીએ આ 3 રાશિ કઈ છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. આ રાશિના જાતકો ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનું મકર રાશિમાં વક્રી થવાને કારણે ઘણા લાભ થશે. શનિ દેવ મેષ રાશિના 10 માં ભાવમાં ગોચર કરશે. પરીવાર સાથે સમય પસાર થવાથી ઘરનું વાતાવરણ સારું બની રહેશે.  તે ખૂબ જ પ્રભાવશાળી હોય છે જ્યાં જાય છે ત્યાં તેમની તારીફ થાય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયની દ્રષ્ટિ એ તમારો દિવસ સારો રહેશે. વડીલોનો સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન તમે વેપારમાં સારો નફો કરી શકો છો. આ સાથે તમારી કાર્યશૈલીમાં પણ આ સમયે સુધારો આવશે. જેના કારણે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થઈ શકે છે. તમારા બોસ ખુશ થઈ શકે છે

મીન રાશિ

શનિ તમારા 12 માં ઘરનો પણ સ્વામી છે. તેથી આ સમયે તમારા નકામાં ખર્ચાઓ પર નિયંત્રણ આવશે. તમે ભવિષ્યમાં સારા પૈસા મેળવી શકો છો. શનિનું મકર રાશિમાં વક્રિ થવાને લીધે મીન રાશિના જાતકોને લાભ થશે. શનિદેવ મીન રાશિમાં 11 માં ભાવમાં ભ્રમણ કરશે. જેને વૈદિક જ્યોતિષશાસ્ત્ર માં ધન અને આવકનું ઘર માનવામાં આવે છે. વ્યવસાય માં ઘણા નવા માર્ગો ખુલશે જેથી આવકના સ્ત્રોત વધશે.  તેમજ આ સમયે ધંધામાં સારો ફાયદો થશે. બીજી બાજુ, જો તમારો વ્યવસાય અથવા કારકિર્દી શનિ ગ્રહ અને ગુરુ દેવ સાથે સંબંધિત છે, તો આ સમયે તમને અપેક્ષિત સફળતા મળી શકે છે. આ સમય વાહન અને જમીન, મિલકતની ખરીદી અને વેચાણ માટે પણ અનુકૂળ છે. તમે પોખરાજ રત્ન ધારણ કરી શકો છો. જે તમારા માટે લકી સ્ટોન સાબિત થઈ શકે છે.

ધન રાશિ

ધનું રાશિના લોકોનો આવનારો સમય ખૂબ સારો સાબિત થશે. શનિ દેવ ધનું રાશિના ગોચળ કુંડળીમાં બીજા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જેને ધન અને વાણીનું ઘર કહેવામાં આવે છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. વેપારમાં સારો નફો થઈ શકે છે. અટકેલા કામો અને પૈસા પાછા મળી શકે છે. વાહન અને જમીન ખરીદ અને વેચાણમાં અનુકુળ સમય રહેશે. અટકેલા પૈસા પાછા મળશે. આવનારો સમય ખુશીઓ થી ભરેલો હશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *