Categories
Astrology

ગુરુ ગ્રહનું 60 વર્ષ પછી આ રાશિનું બદલી નાખશે જીવન, ફોટોને ટચ કરીને રાશિ જાણી લો

ગુરુ ગ્રહ 26 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પેહલા દિવસે પૃથ્વી ગ્રહના બિલકુલ નજીક રહેશે. 60 વર્ષમાં આ પેહલી ઘટના હશે જેમાં ગુરુ ગ્રહ પૃથ્વી ની આટલી નજીક હશે. વૈજ્ઞાનિક ભાષામાં આને ઓપોઝીશન કહેવામાં આવે છે. ગુરુ ગ્રહ માટે ઓપોઝીશન સાધારણ વાત છે. આ ઓપોઝીશન 13 મહિનામાં એક વાર થાય છે. એવામાં હર વર્ષે પૃથ્વી અને ગુરુ ગ્રહ એક બીજાના ખૂબ નજદીક હોય છે. પરંતુ આ વખતે આ બંને ગ્રહ દર વર્ષ કરતા વધારે નજદીક હશે. એવામાં ગુરુ ગ્રહ પૃથ્વી ગ્રહ કરતા સામાન્ય થી બહુ જ મોટો દેખાશે.

બાલાજી ધામ કાળી માતા મંદિર ના જ્યોતિષાચાર્ય ડૉ. સતીશ સોનીના અનુસાર ધર્મ, ધન, જ્ઞાન અને શુભતા ના કારક ગુરુ ગ્રહ 60 વર્ષ પછી પૃથ્વી ગ્રહના બિલકુલ નજદીક આવી રહ્યો છે. ગુરુ ગ્રહનું ધરતી ની આટલી નજદીક આવવાથી અને સૂર્યના બહુ જ નજીક અંશોના હોવાથી તેનો વ્યાપક અસર ધરતી પર અને ધરતી પર રેહતા નિવાસીઓ પર પડશે. આની સૌથી વધુ અસર વાતાવરણ પર પડશે. જતી વખતે મોન્સૂન સારો વરસાદ આપી જશે. આ વખતે નવરાત્રી પર માતા દુર્ગાનું આગમન પણ હાથી પર થવાનું છે. જે ગુરુ ગ્રહનું વાહન છે અને તે વાતનું સંકેત પણ છે. તેમ જ આ વર્ષે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ વરસાદ પડવાના સંકેત મળી રહ્યા છે.

ડૉ. સોની એ આગળ કીધું કે , ગુરુ ગ્રહનું ધરતીના નજદીક આવવાથી ધાર્મિક ભાવનાઓનો વિકાસ પણ થશે. લોકોની આસ્થા અને ભક્તિ ભાવના માં વૃદ્ધિ પણ જોવા મળશે. સોનાની કિંમત સામાન્ય રહેશે અને શેર બજાર ઉછળશે. પરંતુ સૂર્ય ગ્રહણ પછી સોના ના ભાવ અને શેર બજાર પણ નીચલી સ્થળ પર જશે. સાથે જ આનો અસર વાતાવરણ પર પણ દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *