Categories
જ્યોતિષશાસ્ત્ર

22 ઓક્ટોબર : પ્રેમસબંધોને લઈને કેવો રહેશે આજનો તમારો દિવસ જાણો

મેષ રાશિ:

આજે તમારે તમારા સથી જોડે નાની નાની વાતોમાં મતભેદ થશે. વગર કારણે તમારા જીવનસાથી પર ગુસ્સો ના કરો. પોતાના ઉચિત વ્યવહારથી બંને વચ્ચેના આપસી મતભેદ ને દૂર કરવાના પ્રયાસો કરો.

વૃષભ રાશિ:

તમારે તમારા સાથી જોડે પ્રેમ ભર્યો સબંધ રહેશે. તમને પણ તમારા સાથી તરફથી પ્રેમ ભર્યો સહકાર મળશે. તમારી ભાવનાઓ તમારા સાથી સામે વ્યકત કરવાથી તેનો ભરપૂર પ્રેમ તમને પ્રાપ્ત થશે.

મિથુન રાશિ:

જો તમે તમારા સાથી જોડે તમારો સબંધ મજબૂત બનાવવા માંગો છો તો તમારે ગંભીરતા પૂર્વક નિર્ણય લેવાની જરૂર છે. જો તમે તેના પ્રત્યે આશક્ત છો તો સમજદારી પૂર્વક વિચારી લો કે તમારે તેના જોડે થી શુ જોઈએ છે અને જ્યારે તમેં નિર્ણય લઈ લો ત્યારે તેને સાર્વજનિક કરી શકો છો.

કર્ક રાશિ:

કર્ક રાશિના જાતકો જે યુગલ દંપતિ છે તેમનો દિવસ શાંતિ અને સ્થિરતા ભર્યો રહેશે, જેના લીધે તમે આપસી સંબંધમાં સંતુષ્ટ રહેશો. એક બીજાની સંગતી થી તમે અસીમ આનંદનો અનુભવ કરશો.

સિંહ રાશિ:

આજે તમે પોતાના જીવનસાથી જોડે ગરમજોષી નો અનુભવ કરશો. જીવનસાથી જોડે આનંદ કરી શકશો. બને ને જે ગમે તે કરો. તેનાથી આપસી પ્રેમ અને એક બીજા જોડે લાગણીનો અનુભવ થશે.

કન્યા રાશિ:

તમે અતિરિક ખુશીમાં મગ્ન થઈને પોતાના સાથી માટે કઈ કરી ગુજરી જવાની સ્થિતિમાં છો. આ દિવસોમાં તમે બંને રોમાન્ટિક મૂડ માં મગ્ન રહેશો. આજના દિવસે તમે તમારા જીવનસાથી ને કોઈ ઉપહાર ભેટમાં આપો.

તુલા રાશિ:

આજે જો તમે પોતાના પ્રેમ જીવન વિશે પોતાના દોસ્ત અથવા પરિવારવાળા જોડે કોઈ નવી પ્રગતિનો ખુલાસો કરવા જઈ રહ્યા છો તો થોડી રાહ જોવામાં જ તમારી ભલાઈ છે. કેમ કે આ નિર્ણય તમારું ભવિષ્ય બદલી શકે છે.

વૃશ્ચિક રાશિ:

અગર તમે વિવાહપરાંત સબંધ માટે કોઈના ભડકાવા માં આવી રહ્યા છો તો , થોડી વાર શાંતિ થી બેસીને પોતાના પાર્ટનરની ખાસિયતો વિશે વિચારો. તમે તે જ રસ્તો સ્વીકારો જે જીવનની લાંબી રેશમાં તમારા બને માટે લાભદાયક રહે.

ધન

આજે તમે તમારા પ્રેમનું સામર્થ્ય વિશે જાણશો અને તે પણ તમારા વિશે જાણશે. તમારો જીવનસાથી તમને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રૂપથી તમને સંતુષ્ટ કરશે. રોમાન્સ ની દ્રષ્ટિએ આજનો તમારો દિવસ ખૂબ સારો રહેશે.

મકર રાશિ:

આજે તમને તમારા પાર્ટનરના પ્રેમની અનુભૂતિ થશે. તમારો સાથી તમને પ્રેમ ભર્યો ભરપૂર સાથ આપશે, જેનાથી પરિવારમાં આજે ખુશીઓ આવશે.

કુંભ રાશિ:

આજે તમે એવો સબંધ જેને તમે અપૂર્ણ માણો છો તેને પૂરો કરવા વિશે વિચારશો. આજે તમે દરેક પ્રકારના જુઠા વાયદા ભૂલીને સાચી વસ્તુ તરફ જશો. પુરા આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધશો.

મીન રાશિ

તમે તમારા વર્તમાન સબંધ પર ધ્યાન આપો. તુલના કરવાથી તમારા સંબંધમાં કડવાહટ આવશે. તમે તમને પ્રેમ કરે એવા જીવનસાથી ની તલાશ માં છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *