Categories
Astrology Dharmik

નવરાત્રીમાં આ રીતે સજાવો ઘરનો મુખ્ય દ્વાર, લક્ષ્મીજી ની કૃપાથી વરસશે ધન….

26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન 9 દિવસ લક્ષ્મીજી ભક્તોના ઘરમાં વાસ કરે છે.

નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાયો. જ્યોતિષશાસ્ત્ર મા માતા દુર્ગા અને માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં નવરાત્રીના 9 દિવસે કરો પૂજા પાઠ તેનાથી ઘરના વાસ્તુ નો પણ ધ્યાન રાખવામાં આવે તો માતા દુર્ગા અને માતા લક્ષ્મી બને થશે પ્રસન્ન. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે.

શારદીય નવરાત્રી શરૂ થાય એ પહેલા તમારા ઘર અને પૂજા સ્થળની સારી રીતે સાફ સફાઇ કરી લો. માન્યતા અનુસાર માં દુર્ગા એ જ સ્થાન પર વાસ કરે છે, જ્યાં સાફ સફાઇ અને સાત્વિકતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.  નવરાત્રિમાં નવ દિવસ સુધી જ્યાં મા દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં લાલ ફૂલોથી શણગાર કરવો જોઈએ.

ઘરના મુખ્ય દરવાજાની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ અને દરવાજો ચમકતો રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજ પર સજાવટ કરવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પત્તાનો વંદરવાલ લગાવવો જોઈએ.

જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય કે પછી કોઈ બીમારી તમારા ઘર માં વાસ કરતી હોય અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળતો હોય તો તેવા સમયે તમારે એક લાલ કપડામાં આખું મીઠું બાંધીને તેની પોટલી બનાવી લેવાની છે. આ મીઠા થી બાંધેલી પોટલી ને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર જમણી બાજુએ બાંધી દેવાની છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે અને સુખ સમૃદ્ધિ આવશે.

તમને રાત્રે સુતા સમય ખરાબ સપના આવતા હોઈ તો તમારે સુતા પેહલા ગરમ પાણીમાં મીઠું નાખીને તે મીઠા વાળા પાણી થી હાથ પગ ધોઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને રાત્રે ઊંઘ સારી આવેશે અને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને રાત્રે સારી ઊંઘ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *