Categories
Dharmik

જાણો નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાને ક્યો પ્રસાદ ચઢાવી કરવા ખુશ….

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન નવરાત્રિના દરેક દિવસે માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા રાણીને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ રાખે છે અને તેમને વિવિધ પ્રકારના ભોગ પણ ચઢાવે છે. નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તેમના દરેક સ્વરૂપને કેવા પ્રકારનો પ્રસાદ ચઢાવવો જોઈએ.

પહેલા દિવસ દેશી ઘી

શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ માં શૈલપુત્રીને સમર્પિત કરવામાં આવ્યો છે. માતાએ દેવી સતી તરીકે આત્મદાહ કર્યા પછી, દેવી પાર્વતીએ ભગવાન હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા. શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના પહેલા દિવસે માતાને દેશી ઘી ચઢાવો.

બીજા દિવસે સાકર

શારદીય નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ સ્વરૂપમાં દેવી પાર્વતીના અવિવાહિત સ્વરૂપને દેવી બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે છે. તેંમને સાકરનો ભોગ ચડાવવાથી બધી મનોકામના પૂર્ણ થશે.

ત્રીજા દિવસે ખીર

શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. દેવી ચંદ્રઘંટા એ દેવી પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. આ દિવસે ચંદ્રઘંટા દેવીને ખીર ચઢાવો. આમ કરવાથી તમને માતા ખોટા કામ કરતા અટકાવશે.

ચોથા દિવસે માલપુઆ

શારદીય નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા એ દેવી છે, જેમનામાં સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા છે. દેવી કુષ્માંડાને માલપુઆનો પ્રસાદ ચઢાવો. તેનાથી તમારા જીવનમાં રહેલો અંધકાર દૂર થશે અને જીવનમાં પ્રકાશ ફેલાશે.

પાંચમાં દિવસે કેળા

શારદીય નવરાત્રિના 5 માં દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભગવાન સ્કંદની માતા બન્યા હતા. નવરાત્રિ દરમિયાન દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવો જોઈએ. માતા તમને સુખ, સમૃદ્ધિ અને શક્તિ આપે છે.

છઠ્ઠા દિવસે મધ

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે દેવી પાર્વતીએ કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી તેમને મધનો ભોગ ચડાવો જોઈએ.

સાતમા દિવસે ગોળ

નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવી પાર્વતીએ શુંભ અને નિશુમ્ભ નામના રાક્ષસોનો અંત કરવા માટે માતા કાલીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી નવરાત્રિ દરમિયાન દેવી કાલરાત્રિને ગોળનો પ્રસાદ ચઢાવો જોઈએ.

આઠમા દિવસે નાળિયેર

નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી મહાગૌરીને નારિયેળનો પ્રસાદ ચઢાવો જોઈએ. જેથી તમામ પાપો માંથી મુક્તિ મળે.

નવમા દિવસે તલ

નવરાત્રીના નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નવરાત્રિ દરમિયાન દેવી સિદ્ધિદાત્રીને તલનો ભોગ ચડાવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *