Categories
Dharmik

બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે શુભ ફળ અને પૈસા માટેના નવા રસ્તા મળશે

આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.

આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા.

બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી  ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું. “ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ ” મંત્રનું ઉચ્ચારણ કરવું.

હાથમાં ફૂલ લઇ 11 વાર “દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા”આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને “ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ” મંત્રનું ઉચ્ચારણ કરવું.

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા,

ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું.

જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે.

એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી

અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે. મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *