મેષ રાશિ: મેષ રાશિના જાતકોને આજે નિવેશ સંબંધી કામોમાં સફળતા પ્રાપ્ત થશે. અધૂરા કામ પુરા થશે. કાર્યક્ષેત્રમાં સહકર્મી સહયોગ આપશે. માં ના સ્વાસ્થ્ય ને લઈને આજે મેષ રાશિના જાતકો ચિંતામાં રહેશે. નોકરીમાં લાભ મળશે.
શુભ અંક: 5
શુભ રંગ: લાલ
વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકોને આજે પોતાનું અને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવલ દેખાશે .આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે. લાંબા સમયથી ઓફીસ માં જે પ્રોજેક્ટ પર કામ કરો છો તેમાં તમને સફળતા મળશે.
શુભ અંક: 3
શુભ રંગ: ભૂરો
મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોને બીજીનેશમાં લાભ થશે. આજે તમારો દિવસ જોશ થી ભરપૂર હશે. બીજાને નેતૃત્વ પ્રદાન કરવા માટે ઇચ્છુક રહેશો. બીજીનેશ થી જોડાયેલા લોકોને લાભ થશે. વાણી પર સંયમ રાખવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક: 2
શુભ રંગ: પર્પલ
કર્ક રાશિ: કર્ક રાશિવાળા ના દામ્પત્ય જીવનમાં ચાલતી મુશ્કેલીઓ આજે પુરી થશે. સંતાન તરફથી કોઈ સારી ખબર સાંભળવા મળશે. મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. આર્થિક તરકકીના યોગ છે.
શુભ અંક: 9
શુભ રંગ: ગુલાબી
સિંહ રાશિ: સિંહ રાશિવાળા લોકોને આજે મેડિટેશન કરવાથી માનસિક શાંતિ નો અનુભવ થશે. નવા બીજીનેશમાં ધન પ્રાપ્તિ ના યોગ છે. આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. પરિવારમાં મહત્વ મળશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક: 3
શુભ રંગ: બૈગની
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર ચડાવ વાળો રહેશે. ભૌતિક સુખોમાં વધારો થશે. મિલકત ખરીદી શકશે. વિદેશમાં નવો વ્યાપાર ખોલવામાં સફળતા મળશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે. મિત્રો સાથે ખુશીઓના પળો વીતશે.
શુભ અંક: 7
શુભ રંગ: ગુલાબી
તુલા રાશિ: તુલા રાશિના જાતકોની જૂની પરેશાનીઓ દૂર થશે . દામ્પત્ય જીવનમાં કડવાશ આવશે. સંબંધીઓ પર પોતાના વિચારો થોપવાની કોશિશ ના કરો. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે. સ્વાસ્થ્ય ના મામલામાં લાપરવાહી મુશ્કેલી માં વધારો કરી શકે છે.
શુભ અંક: 7
શુભ રંગ: નીલા
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકોને આજે સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. આજનો દિવસ અનુકુળ સાબિત થશે. આર્થિક સ્થિતિ મા સુધારો થશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. માતા પિતાની સેવા કરો. ધન સંબંધી બાબતોમાં સારા યોગ છે.
શુભ અંક: 8
શુભ રંગ: પીળો
ધન રાશિ: આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર રહેશે. દિવસ ની શરૂઆત સાધારણ રહેશે. મેહનત કરેલી ફળશે.પિતૃક સંપત્તિથી લાભ થશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.
શુભ અંક: 9
શુભ રંગ: સિલ્વર
મકર રાશિ: મકર રાશિના જાતકોના ઘરમાં કઈક આયોજન થશે. બિઝીનેસ માં ઉતાર ચડાવ રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. યાત્રા પર જવાના યોગ બનશે. આવકમાં વધારો થશે. રોકાણ કરવામાં ફાયદો થશે.
શુભ અંક: 5
શુભ રંગ: ગ્રે
કુંભ રાશિ: કુંભ રાશિવાળા લોકોનો આજનો દિવસ આત્મવિશ્વાસ થી ભરેલો રહેશે. આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે. પાર્ટનરશિપ સાથે બિઝીનેસ શરૂ કરવામાં ફાયદો થશે. માનસિક તણાવ રહેશે.
શુભ અંક: 7
શુભ રંગ: ગુલાબી
મીન રાશિ: મીન રાશિના લોકો આજે કોઈ વાતને લઈને પરેશાન રહેશે. માનસિક તણાવ રહેશે. લગ્ન કરવામાં મોડું થશે. નવી નોકરી મળવામાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક: 4
શુભ રંગ: વાદળી