Categories
જ્યોતિષશાસ્ત્ર

આ રાશિઓ પર ચાલી રહી છે શનિ દેવ ની સાડાસાતી,જાણો કોના પર કેટલો પ્રભાવ અને શું કરશો ઉપાય

શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવની સાડાસાતી જેના પર બેસે છે તે ત્રાહિમામ પોકારી જાય છે.  દરેક વ્યક્તિના જીવનમાં ક્યારે ને ક્યારે શનિની સાડાસાતી અને ઢેય્યા નો સામનો કરવો જ પડ્યો હશે. અગર જાતકનું કર્મ સારું છે અને તેની કુંડળીમાં શનિ પાપી નથી તો તેવા વ્યક્તિ ને કષ્ટ સહેવો પડતો નથી. પરંતુ શનિ કોઈ જાતકની કુંડળીમાં પાપી હોય તો તે વ્યકતીને ભયંકર કષ્ટ સહન કરવો પડે છે. કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થશે.

શનિદેવની સાડાસાતી જે રાશિઓ પર બેસે છે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે ત્યારે લોકો તેમને રીઝવવા માટે શનિવારના દિવસે ઉપવાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે સમી ના વૃક્ષને જળ અર્પણ કરવાથી તમારા જીવનમાં આવેલી શનિ દેવની કુદ્રષ્ટી થી તમને છુટકારો મળે છે.

ઘણી રાશિઓ પર શનિ દેવની કૃપા દ્રષ્ટિ વરસશે જેના લીધે તેમના જીવન પર સકારાત્મક ઊર્જા આવશે. વર્તમાન સમયમાં શનિની સાડાસાતી 3 રાશિઓ પર થઈ રહી છે. સાડાસાતી ની ત્રણ અવસ્થા હોય છે, પહેલી, બીજી અને ત્રીજી અવસ્થા. આ ત્રણ ચારણીમાં શનિ દેવ જાતકોના જીવનમાં અલગ અલગ રીતે ભયંકર મુશ્કેલીઓ પેદા કરે છે. તો ચાલો તમને જણાવીએ કઈ 3 રાશિઓ પર શનિની સાડાસાતી બેઠી છે અને તેને દૂર કરવાના કેટલાક ઉપાય વિશે.

જ્યોતિષ અનુસાર શનિ દેવની સાડાસાતી પહેલા ચરણમાં આર્થિક સ્થિતિ, બીજા ચરણમાં પારિવારિક જીવન પર અને ત્રીજા ચરણમાં સ્વાસ્થ્ય પર સૌથી વધુ પ્રભાવ પડે છે. આ સમયે શનિ દેવની સાડાસાતી નો સમય ધનું રાશિ, કુંભ રાશિ અને મકર રાશિ પર પડવાનો છે. એમાં ધનું રાશિ પર શનિની સાડાસાતી નો ત્રીજો ચરણ ચાલી રહ્યો છે.

તેમને જાન્યુઆરી 2023 માં શનિ દેવની સાડાસાતી માંથી મુક્તિ મળશે. કુંભ રાશિના લોકો પર શનિ દેવની સાડાસાતી નો બીજો ચરણ ચાલે છે અને મકર રાશિના લોકો પર શનિ દેવની સાડાસાતી નો ત્રીજો ચરણ શરૂ થવાનો છે.

શનિ દેવના પ્રકોપ થી બચવા માટે શનિવાર નો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે શનિ દેવથી સબંધિત તેલ, કાળી વસ્તુઓ, કાળા કપડાં, કાળી ચાદર વગેરે નું દાન કરવું જોઈએ. ભગવાન શંકર અને હનુમાન દાદાની પૂજા કરવાથી પણ શનિ દેવના પ્રકોપથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *