Categories
Dharmik

આ નવરાત્રીમાં આ રાશિના જાતકો માટે રહેશે શુભ ,માં અંબે આપશે બધા જ સુખ

આ સપ્ટેમ્બર મહિનામાં બહું જ મોટા તહેવારો આવીરહ્યા છે. જેમાં નવરાત્રીનો તહેવાર પણ શામિલ છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર થી શરૂ થાય છે. તો ચાલો જાણીએ આ વખતે શારદીય નવરાત્રી ક્યારથી ક્યાં સુધી છે. 26 સપ્ટેમ્બર માં શૈલીની પૂજા, 27 સપ્ટેમ્બરે માં બ્રહ્માચારીની પૂજા, 28 સપ્ટેમ્બરે માં ચંદ્રઘંટા ની પૂજા, 29 સપ્ટેમ્બરે માં કુશમાંડા ની પૂજા, 30 સપ્ટેમ્બરે સ્કંદમાતાની પૂજા, 1 ઓક્ટોબરે માં કાત્યાય ની પૂજા, 2 ઓક્ટોમ્બરે માં કાલરાત્રી ની પૂજા, 3 ઓક્ટોબરે માં મહાગૌરીની પૂજા, 4 ઓક્ટોબરે માં સિદ્ધદાત્રી ની પૂજા, 5 ઓક્ટોબરે વિજયા દશીમી અથવા દશેરા.

આ વખતે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. તેમની આ સવારી શાંતિ અને સમૃદ્ધિ નો સંકેત છે. તેમની પૂજા અર્ચના કરવાથી આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને બધી જ મનોકામના પણ અવશ્ય પૂર્ણ થશે. એવા મા માં દુર્ગાની 9 દિવસ સુધી પૂજા અર્ચના કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવશે. નવરાત્રી ને બસ હવે થોડા જ દિવસ બાકી છે તેવામાં લોકો તેની પુરી તૈયારીઓથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે શારદીય નવરાત્રી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ના પાવન પર્વ પર લોકો માતા ના વ્રત, ઉપવાસ રાખે છે.

નવરાત્રી નો તહેવાર આમ જોવા જઈએ તો ગુજરાતીઓનો તહેવાર હોય છે. પરંતુ નવરાત્રી ગુજરાતમાં તો મનાવાય જ છે પરંતુ આખા ભારત માં જ નહીં દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં નવરાત્રીનો તહેવાર મનાવાય છે. માં દુર્ગાનો આ નવ દિવસનો તેહવાર 26 સપ્ટેમ્બર સોમવારના શુભ દિવસે શરૂ થઈ રહ્યો છે. આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી ચાલશે. નવ દિવસ પુરા થયા પછી 10 માં દિવસે દશેરા માનવવામાં આવશે. દશમા દિવસે પૂજા માં સ્થાપિત કરેલા કળશ નું વિધિ વિધાન પૂર્વક વિસર્જન કરવામાં આવશે. તો ચાલો તમે જણાવીએ આ વખતે આવી રહેલી નવરાત્રી વિશેની ખાસ વાતો.

આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 3 વાગીને 24 મિનિટ પર શરૂ થશે અને આગળના દિવસે 27 સપ્ટેમ્બર ના રોજ સવારે 3 વાગીને 8 મિનિટ પર થશે. ઘટાસ્થાપન નું મુહરત 26 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 6 વાગીને 20 મિનિટ પર શરૂ થશે અને 10 વાગીને 19 મિનિટ સુધી રહેશે. આ વખતે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. તેમની આ સવારી શાંતિ અને સમૃદ્ધિ નો સંકેત છે. નવરાત્રીના 9 દિવસે માં દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *