ફોટોને અડીને આશીર્વાદ મેળવો.રાતે 12 વાગ્યા પછી તમારું નસીબ વિમાનની જેમ ઉડવા લાગશે.થશે અપાર ધન લાભ

Dharmik

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામા આવેલા સાળંગપુરમાં હનુમાનજી નું ખૂબ પ્રસિદ્ધ અને ભવ્ય મંદિર આવેલું છે. હનુમાનજીના આ મંદિરમાં દેશ અને વિદેશ થી ઘણા ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. કેહવાય છે કે અહીંયા સોનાનું સિંહાસન આવેલું છે જેના પર કષ્ટ ભંજન હનુમાન દાદા સ્વયં બિરાજમાન છે.

દાદાના મંદિરમાં જે કોઈ પણ ભક્ત પુરી શ્રધ્ધા થી મનોકામના માંગે છે તે અવશ્ય પુરી થાય છે અને દાદા તેમના ભક્તો ના બધા જ દુઃખો દૂર કરે છે. હાલ માં જ સાળંગપુર માં આવેલા હનુમાન દાદાના મંદિર ખાતે આજે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 75 ફૂટના તિરંગા સાથે હનુમાન દાદા ના મંદિર ફરતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

સાળંગપુર ના આ મંદિર નું નિર્માણ આશરે 170 વર્ષ પહેલાં થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. કહેવાય છે કે સાળંગપુર મંદિરની સ્થાઓના ગોપાલનંદ સ્વામી એ ગામના લોકોના કષ્ટ નિવારણ માટે જ કરી હતી. આજે વિશ્વભરમાં સાળંગપુર નું આ મંદિર ખ્યાતિ પામ્યું છે. સાળંગપુર ના મંદિરમાં પગ મુક્તા ની સાથે જ ભૂત પ્રેત ભાગી જાય છે. જો કોઈ વ્યકતિ પર ભૂત પ્રેતની નકારાત્મક અસર થયેલી હોય તો સાળંગપુર મંદિરમાં આવીને તેનું નિરાકરણ થઈ જાય છે.

એવુ કહેવાય છે કે એક સમયે કોઈ પણ સાધુ સંત આ ગામમાં આવવા તૈયાર પણ નહતા. આવા સમયે વાંધા ખાચરની વાત સાંભળીને અહીંયા દાદાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા મંદિરમાં દાદાના એક પગ નીચે સ્ત્રી ને દબાવી રાખ્યા હોવાનું તમને દેખાશે. એવું માનવામાં આવે છે કે એક સમયે હનુમાન દાદા અને શનિદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થયુ હતું ત્યારે હનુમાન દાદાથી બચવા માટે શનિદેવે સ્ત્રી નું રૂપ ધારણ કર્યું હતું.

પરંતુ શનિદેવ હનુમાન દાદા થી બચી શક્યાં ન હતા અને તેમને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. હાલમાં જે લોકો દુઃખી હોય, ભૂત પ્રેત વળગાડ વગેરે જેવી ખરાબ શક્તિઓથી પ્રભાવિત થયેલા હોય તો તેવા બધા લોકોના દુખ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા દૂર કરે છે.

યજ્ઞપુરુષદાસ પછી 1907 માં બીએપીએસની રચના કરવામાં અલગ થઈ ગયા ત્યારબાદ ગોવર્ધનદાસે સાળંગપુર ખાતે મંદિરના નવા મંત્રીની નિમણૂક કરી. આ મંદિરમાં રહેલી મૂર્તિ એટલી બધી શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે કે તેને જોવાથી જ તેનાથી પ્રભાવિત લોકોમાંથી દુષ્ટાત્માઓ દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *