Categories
Dharmik

ફોટાને ટચ કરવાથી મળે છે ખોડિયાર માં ના આશીર્વાદ, આપોઆપ મનની ઈચ્છાઓ થાય છે પૂર્ણ

શ્રી ખોડીયાળ માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા જાણવા મળે છે તે મુજબ ભગવાન શંકર ના વરદાનથી 1200 વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા. આશરે આ વાત 9 થઈ 11 મી શતાબ્દી ની આસપાસ ની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રેહતા હતા. વ્યવસાયે તેઓ ચારણ હતા અને ભગવાન શંકર ના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ દયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હતા એટલે તેમના ઘરે દૂઝણના લીધે લક્ષ્મી નો પાર ન હતો. પણ તેમને ખોળા નો ખૂંદનાર ન હતો.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર માં શીલદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. રાજાને મામડિયા ચારણ સાથે એકદમ ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી રાજા શીલદિત્ય ને દરબાર માં કઈ ખૂટતું હોય તેમ લાગતું હોય. એક દિવસ એક વ્યક્તિએ રાજાના મનમાં એવું ઠુસી દીધું કે રાજા નિઃસંતાન છે એટલે તેનું મોઢું જોવાથી અપશુકન થાય. ત્યાર બાદ રાજાએ મામડિયાની એક શબ્દમાં એટલું કહી દીધું કે આપડી મિત્રતા અહીંયા સમાપ્ત થાય છે અને મહેલમાં ચાલ્યા ગયા.

મામડિયાની બીજા લોકો પાસેથી જાણવા મળ્યું કે તે નિસંતાન છે એટલે રાજાએ આવું કીધું તે જાણીને ખૂબ જ દુઃખ થયું. લોકો તમેને વાંઝિયાના મેણા મારવા લાગ્યા. મામડિયા ભગવાન શંકર ના ચરણોમાં પોતાનું માથું નમાવ્યું અને ત્યાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો કે ભગવાન શંકર તેમની પ્રાર્થના નહીં સ્વીકાર તો તે પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે.

ભગવાન શંકર પ્રસન્ન થયા અને મામડિયા ને વરદાન આપ્યું કે પાતાળલોક ના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગ પુત્ર તેમના ત્યાં સાત પુત્રી અને એક પુત્ર તરીકે જન્મ લે શે. મામડિયા એ ઘરે જઈને આ બધી વાત પોતાની પત્ની ને કહી. મામડિયાની પત્ની એ ભગવાન શંકરના કેહવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં બાંધી દીધા અને

તેમાં સાત નાગણીઓ અને એક નાગ આવીને બેઠા અને તે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. મામડિયા ને ત્યાં જન્મેલા બાળકો ના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખીયો રાખવામાં આવ્યો.

દંતકથા અનુસાર માં ખોડલના ભાઈને ઝેરી સાંપે ડંખ માર્યો હતો. ત્યારે કોઈએ ઉપાય આપ્યો કે પાતાળ લોકો માંથી અમૃત કુંભ લઈને આવો તો જીવ બચી જશે. જાનબાઈ માતાની આજ્ઞા થી કુંભ લેવા ગયા. જાનબાઈ ને કુંભ લઈને આવતા આવતા તેમની માતા દેવળબા થી બોલઈ ગયું કે જાનબાઈ  ખોડાયી તો નથી ગયા ને. ત્યાં જ જાનબાઈ આવ્યા અને તેમનો પગ ખોડાયી ગયો ત્યાર થી તેમનું નામ ખોડીયાળ પડી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *