માં મોગલ: જે માનતાના રૂપિયા લેવા જ પડે તેને અહીં વાપરે છે મણીધર બાપુ….

Dharmik

દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ માં મોગલના ભક્તો રહેલા છે. માં મોગલના પરચાઓ તો અપરંપાર છે. માં મોગલ અઢારે વરણની તારણહાર છે. માતાજી મોગલના ચમત્કાર વિશે તો આપ સૌ જાણકાર જ હશો. માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે.

ઘણા લોકો એવા હોય છે જેવો પોતાની મનોકામના પૂરી થાય તે માટે મોગલ ધામમાં રૂપિયા ધરાવવાની માનતા રાખતા હોય છે. પોતે માણેલી માનતા પૂરી થાય પછી તેઓ મંદિરમાં આવીને પૈસા ધરી જતા હોય છે. જે લોકો મણીધર બાપુને મળે છે તેમની પાસેથી તો તેઓ રૂપિયા લેતા નથી પણ મંદિરમાં ઘણી વખત લોકો રૂપિયા મૂકીને જતા રહે છે.

આ રીતે મંદિરમાં આવતા રૂપિયાનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે છે. મોગલ ધામ ખાતે ભક્તો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની માનતા ના કારણે ઘણી વખત તેમના રૂપિયા સ્વીકારવા પડે છે. આવા ભક્તોના રૂપિયા જે મોગલ ધામમાં આવે છે તેમનો ઉપયોગ મણીધર બાપુ ખાસ કાર્યોમાં કરે છે.

માં મોગલ ના પરચા અનેક લોકોને મળી ચૂક્યા છે. તેમાંથી એક યુવકનો 4 તોલાનો સોનાનો ચેન ખોવાઈ ગયી હતી તે યુવકે માનતા રાખી કે તેની ખોવાયેલી ચેન પાછી મળી જશે તો તે કચ્છના કબૂરાઉમા આવેલા માં મોગલના ધામ દર્શન કરવા આવશે અને 21000 રૂપિયા ચડાવશે. માતા મોગલ એ તેની માનતા તુરંત જ સ્વીકારી અને તે યુવકને તેની ચેન પાછી મળી ગયી હતી. તે તુરંત જ માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવી પહોંચ્યો.

તે સમયે મોગલ ધામ માં મણીધર બાપુ પણ બિરાજમાન હતા. તેમણે મણીધર બાપુના આશીર્વાદ લીધા અને મણીધર બાપુએ તેને પૂછ્યું કે માનતા શું હતી. યુવકે જણાવ્યું કે તેનો ચાર તોલાની સોનાની ચેન ખોવાઈ ગઇ હતી, ત્યારે તેણે માનતા લીધી હતી કે તે મંદિરમાં 21000 રૂપિયા અર્પણ કરશે. મણીધર બાપુએ 21000 રૂપિયા હાથમાં લીધા અને પછી યુવકને કહ્યું કે એમાંથી 10,000 તેની બહેનને અને બીજા 10,000 દીકરીને આપી દે જે. માતાએ તેની માનતા હજાર ગણી સ્વીકારી લીધી છે. તમે મોગલ માં પર વિશ્વાસ રાખ્યો તે આખી ઝીંદગી રાખજો. જય માં મોગલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *