શાસ્ત્રોમાં અને જ્યોતિષશાસ્ત્રમાં ધાર્મિક રીતે શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેમકે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી ને શંખ હતી પ્રિય હતો માટે શંખ ખૂબ જ પવિત્ર છે. આ ચમત્કારિક શંખ કેવી રીતે ઉત્પન્ન થયો અને તેના ચમત્કારિક ફાયદાઓ શું છે તેના વિશે આજે આપણે વાત કરીશું
માન્યતા અનુસાર શંખને વિષ્ણુ ભગવાનના ભક્ત શંખચૂર નામના અસુરે ઉત્પન્ન કર્યો હોય તેવું માનવામાં આવે છે. જેનો વધ ભગવાન શંકર એ કર્યો હતો આતો શંખ ઉત્પન્ન થવાની ધાર્મિક કથા અને માન્યતા છે. પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યવહારિક જીવનમાં શંખના અઢરક ફાયદા છે જેને તમે જાણશો તો તમારા ઘરમાં પણ તમે આજે જ શંખ વસાવશો શંખના અવાજમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. માટે જો તમે નિયમિત રીતે સવારે વહેલા પૂજા કરી શંખ વગાડશો તો તેના અવાજથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે ધન અને ધાન્યની કમી થતી નથી.
પુરાણોમાં લખવામાં આવ્યું છે કે શંખમાં પાણી ભરીને પૂજાના સ્થાને રાખવો જોઈએ અને આ પાણી જ્યાં આગળ પ્રસાદી રૂપે છાંટવામાં આવે તે સ્થાન પવિત્ર થઈ જાય છે અને તે સ્થળની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે શંખમાં પાણી ભરીને ઈશાન દિશામાં રાખવામાં આવે તો પરિવારમાં ક્યારેય કંકાસ થતો નથી અને સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકોને શંખમાં પાણી ભરીને પીવડાવવાથી તેમની અવાજ સાફ થઈ જાય છે અને તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે
ઘણી માન્યતાઓ અનુસાર શંખનો અવાજ કુદરતી આફત થી પણ રક્ષણ આપે છે માટે કુદરતી આફત એટલા સુધી કે ભૂકંપ આવવા પહેલા પણ લોકો શંખ વગાડે છે નિયમિત રીતે શંખ વગાડવાથી ક્યારેય તમને રોગ થતા નથી અથવા તો રોગ થવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે.
બીજી બાજુ વરાહ પુરાણમાં પણ બતાવવામાં આવ્યું છે કે શંખનો અવાજ શકાત્મક ઊર્જાનો સંચય કરે છે. અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે એવા સ્થાન પર ભૂલથી પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી કે જ્યાં શંખનો વાસ હોય છે.
બીજી એક માન્યતા અનુસાર દક્ષિણ વર્તી શંખ થી લક્ષ્મી અને શાલીગ્રામની પૂજા કરવાથી અઢરક ધનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજી સદાય માટે પ્રસન્ન રહે છે અને દામ્પત્ય જીવનમાં ક્યારેય તિરાડ પડતી નથી નજર દોષ દૂર કરવા માટે દક્ષિણ વર્તી શંખમાં પાણી ભરીને છાંટવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે.
આમ દોસ્તો શંખના ઘણા બધા ચમત્કારિક ફાયદાઓ છે તેનાથી મા લક્ષ્મી પણ કાયમ માટે પ્રસન્ન થાય છે. કારણ કે શંખનો ધ્વનિ લક્ષ્મીજીને પ્રિય છે માટે જ લોકો સવારે પૂજા બાદ શંખનાદ કરે છે.