Categories
ધાર્મિક

શનીદેવ તમારું જીવન બદલી દેશે.ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ મેળવી જુઓ.બધી મનોકામનાઓ પૂર્ણ થશે

જ્યોતિષશાસ્ત્ર માં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા ચડ જેનાથી તમે શનિદેવ ને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો. શનિદેવ ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વ માનવામાં આવે છે. શનિદેવને ખૂબ જ ક્રૂર પણ માનવામાં આવે છે. વ્યકતિ પોતાના જીવનકાળ દરમિયાન જે પણ સારા કે ખરાબ કામ કરે છે ત્યારે તેના કર્મ પ્રમાણે શનિદેવ તેને સારું કે ખરાબ ફળ આપે છે. શનિ દેવની કુદ્રષ્ટિ થી બચવા માટે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભૂલથી પણ ના કરવા જોઈએ આવા કામ નહિતર શનિ દેવ નારાજ થઈ જશે.

શમી દેવને કળિયુગના દંડક કહેવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ જન્મના અને પૂર્વ જન્મના કર્મો ના આધારે શનિદેવ ફળ આપે છે. શનિ દેવ ન્યાય ના દેવતા છે એટલે ખોટા કામ કરવા વાળા ને તે ક્યારે માફ કરતા નથી.

પૌરાણિક કથા અનુસાર શનિ દેવના પિતા સૂર્ય દેવ છે. પરંતુ સૂર્યદેવ એ પોતાની પત્ની એટલે કે શનિ દેવની માતાનું અપમાન કર્યું હતું. તેનાથી ક્રોધિત થઈને શનિ દેવે ભગવાન શંકર ની તપસ્યા કરી. શનિ દેવની તપસ્યા થી પ્રકટ થઈને ભગવાન શંકરે શનિ દેવને વરદાન માંગવા કહ્યું. શનિ દેવે કહ્યું કે તે પોતાના પિતા સૂર્ય દેવ કરતા પણ વધારે પૂજનીય બનવા માંગે છે, કેમ કે તેમના પિતાનો અહંકાર તૂટી જાય. ભગવાન શંકરે તેમને નવ ગ્રહોમાં સૌથી સર્વશ્રેષ્ઠ હોવાની સાથે તેમને પૃથ્વી લોકનો દંડકારી પણ નિયુક્ત કરી દીધા.

શનિ દેવ ક્રૂર હોય છે એનો મતલબ એ નથી કે તેઓ અશુબજ ફળ જ આપે છે, તે સારા કર્મોના શુભ ફળ પણ આપે છે. જ્યારે શનિ દેવ જીવનમાં શુભ હોય તો જીવમમાં અપાર સફળતા પ્રાપ્ત થાય છે. શનિ દેવને લઈને એવી માન્યતા છે કે જે લોકો બીજા ને પરેશાન કરે છે અને નિયમોનું પાલન નથી કરતા શનિ દેવ તેવા લોકોને તેનું અશુભ ફળ આપે છે.

જે લોકો કમજોર વ્યકતી નું શોષણ કરે છે શનિ દેવ તેવા લોકોને ક્યારે માફ નથી કરતા. જે લોકો બીજાના ધન પર ખરાબ નજર રાખે છે, બીજાને નુકશાન પોહચાડવા માટે ધનનો ઉપયોગ કરે છે, તેવા લોકોને સમય આવા પર શનિ દેવ અત્યાધિક કઠોર દંડ પ્રદાન કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *