Categories
જ્યોતિષશાસ્ત્ર

નવરાત્રી પર મા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અચૂક કરો, ક્યારેય નહીં ખૂટે ધન-સંપતિ….

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. 26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન 9 દિવસ લક્ષ્મીજી ભક્તોના ઘરમાં વાસ કરે છે. નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાયો.

શારદીય નવરાત્રી શરૂ થાય એ પહેલા તમારા ઘર અને પૂજા સ્થળની સારી રીતે સાફ સફાઇ કરી લો. માન્યતા અનુસાર માં દુર્ગા એ જ સ્થાન પર વાસ કરે છે, જ્યાં સાફ સફાઇ અને સાત્વિકતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

નવરાત્રિમાં નવ દિવસ સુધી જ્યાં મા દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં લાલ ફૂલોથી શણગાર કરવો જોઈએ.

નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તેમની વિધી વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. આ સાથે મન પણ એકદમ શુદ્ધ અને સાત્વિક રાખવું જોઈએ. જેથી પૂજામાં કોઈ દખલ ના આવે.

નવરાત્રિના 9 દિવસ સુધી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના તમામ સભ્યો ઓછામાં ઓછા એક વખતની આરતી સમયે હાજર રહે અને સાચા મનથી માતાજી ની પૂજા કરે.

નવરાત્રિના 9 મા દિવસે કન્યાની પૂજા અવશ્ય કરવી જોઈએ. જણાવી દઈએ કે કન્યાની પૂજા પછી જ નવરાત્રિની પૂજા પૂર્ણ થાય છે.

નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરતા સમયે મનમાં ખરાબ વિચારો ન આવવા જોઈએ. આ દરમિયાન મનમાં સાત્વિક વિચારો રાખીને મા દુર્ગાની પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *