Categories
Dharmik

ઘરમાં ખરીદીને લાવો આ એક વસ્તુ, ક્યારે નહિ થાય ધનની કમી, હંમેશા રહેશે લક્ષ્મીજીનો વાસ….

આપણા હિન્દૂ ધર્મ ગ્રંથોમાં શ્રીયંત્રને સૌથી શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન પણ શ્રીયંત્રની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. લગભગ મોટા ભાગના ઘરોમાં કોઈને કોઈ પ્રકારનું શ્રીયંત્ર સ્થાપિત કરીને તેની પૂજા કરવામાં આવતી હોય છે. ધન પ્રાપ્ત સિવાય શ્રીયંત્ર રાખાવાના બીજા પણ કારણ છે. જેમાં મુખ્ય છે શ્રીયંત્રની આકૃતિ, ત્રિકોણથી બનેલા શ્રીયંત્રની આકૃતિ પિરામિડ જેવી હોય છે. જે તેની આસપાસની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરીને હકારાત્મક્તા લાવે છે.જોકે આવું સર્વગુણ સમ્પન્ન શ્રીયંત્ર પણ વિધિ વિધાન સાથે સ્થાપિત ન કરવામાં આવે અને એકવાર સ્થાપના થયા બાદ પણ જો તેના નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે બેઅસર થઈ જાય છે અને તેનો ધાર્યો લાભ મળતો નથી. માટે જ શ્રીયંત્રનો ધાર્યો લાભ લેવા માટે આજે અમે તમે કેટલીક બાબતો વિશે જણાવીશું જેને યાદ રાખવી ખૂબ જ જરુરી છે.

તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય શ્રીયંત્ર રાખવું જોઈએ નહી.

તમારા ઘરમાં એક જ શ્રીયંત્ર રાખવુ જોઈએ, એકથી વધુ શ્રીયંત્ર ન રાખવા જોઈએ કેમ કે તેનાથી ધાર્યા પરિણામ મળશે નહીં.

ઘરમાં રાખેલ શ્રીયંત્ર ની દરરોજ સાચાં મનથી પૂજા અર્ચના કરવી જોઈએ. તેને ઘરમાં માત્ર રાખવાથી લાભ થતા નથી.

તમે જ્યારે પણ શ્રીયંત્રને ઘરમાં જ્યાં પણ રાખો, ત્યાંથી તે અંદર તરફ આવતું હોય તે રીતે દેખાવું જોઈએ. તેનાથી ધાર્યા લાભ થશે.

તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રીયંત્ર તમારા ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવે. તેનાંથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને નકારાત્મક ઊર્જા દૂર થશે.

આપણે શુક્રવારના શુભ દિવસે કોઈપણ શુભ મુહૂર્તમાં શ્રીયંત્ર ની સ્થાપના કરી શકાય છે. શુક્રવાર ના દિવસને માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. જ્યારે પણ તમે શ્રીયંત્ર ને ઘરે લઈ આવો છો ત્યારબાદ તેને શુદ્ધ ગંગાજળથી ધોઈ લો અને તેનો પંચામૃત થી અભિષેક કરો.

આ દરમિયાન તમારે “ऊँ महालक्ष्म्यै नमः” મંત્રનો સાચા મનથી જાપ કરવાનો છે. શ્રીયંત્ર નો અભિષેક કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરી દો. અબીર, ગુલાલ, કંકુ વગેરેથી તેની પૂજા અર્ચના કરો. શ્રીયંત્રને માતા  મહાલક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. દરરોજ શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *