મેષ રાશિ
સૂર્ય દેવની કૃપાથી તેમના પર આવતા દુઃખ દર્દ દૂર થશે. અને તેમનું અને તેમના પરિવાર માં ખુશીનો માહોલ થશે. તેમના જીવનમાં આવતી તમામ દુઃખ અને તકલીફો થી છુટકારો મળશે અને ઘરની આર્થીક સ્થિતિ સુધરશે.
વૃષભ રાશિ
સરકારી કામ કાજમાં ખર્ચ થવાની સંભાવના છે પણ ધંધામાં ખૂબ જ લાભ થવાની શક્યતાઓ છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને જેતે ખાવું જોઈએ નહીં.
મિથુન રાશિ
સૂર્યદેવ તેમની અસીમ કૃપા તમારા પર વરસશે. અને ધન થવાની પણ શક્યતાઓ છે. સંતાન સુખ અને સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમાચાર છે. કચેરીને લાગતા કેસોમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધો અને વ્યવસાયમાં સારી તકો ઉભી થશે.
કર્ક રાશિ
પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. રોકાયેલા કામ પુરા થઈ જશે. ધાર્મિક કાર્યક્રમો માં વ્યસ્ત રહેશો. તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે. પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા મળવાની સંભાવના છે.
સિંહ રાશિ
વેપાર ધંધામાં લાભ થશે. કેટલાક જુના મિત્રોને મળવાનું થશે એટલે તમારી લાગણીને કાબુમાં રાખો. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નોકરીમાં સારા સમાચાર આવશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો પર સૂર્ય દાદાની અસીમ કૃપા બની રહેશે. આજનો દિવસ સારી રીતે શરૂ થવા જઈ રહ્યો છે. કાર્ય અથવા પારિવારિક સુખ માટે આજનો દિવસ સારો રહેશે. આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા પરિણામ મળશે.
તુલા રાશિ
તમે મીઠી વાણીની મદદથી અને તમારી હોશિયારીથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. આજે તમે તમારી હોશિયારતાનો પુરાવો આપવામાં કાર્યમાં સફળ થશો. વરિષ્ઠ લોકો પણ કામ કરી રહેલા લોકોની પ્રશંસા કરશે.
વૃશ્ચિક રાશિ
તમે શુભ કાર્યમાં ભાગ લેશો. તમારી વાણી મીઠી રહેશે, જેના કારણે તમે અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશો. કાર્યક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે.
ધનું રાશિ
તમારા બધા કાર્ય સફળ થશે. આજે ધંધામાં વૃદ્ધિની સંભાવના છે અને સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. તમારી સલાહ અન્ય લોકો માટે ઉપયોગી થશે.
મકર રાશિ
સંઘર્ષની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આવા સમયમાં તમને પરિવારનો સહયોગ મળશે. તેથી હાર માનો નહીં અને આગળ કઠિન પરિસ્થિતિનો સામનો કરો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદાકારક રહેશે.
કુંભ રાશિ
આજે કામમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમારી પાસે બોલવાની કળા છે જે તમને કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખરે પહોંચવામાં સહાયક સાબિત થશે. આજે નસીબ તમારી તરફેણ કરશે.
મીન રાશિ
ધંધામાં લાભ થશે. પારિવારિક ઝગડો સમાપ્ત થશે. આજે તમે તમારા શત્રુઓને તમારા પર વર્ચસ્વ નહીં થવા દેશો, પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો.