આપણે જાણીયે છીએ કે હિન્દૂ ધર્મ માં શાસ્ત્રો માં ખુબજ માનવા માં આવે છે હિન્દૂ ધર્મમાં મોર પીંછ ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ મોર પીંછ વાસ્તુ દોષ ને પણ દૂર કરે છે. તો ચાલો જાણીએ કે મોર પીંછ કઈ રીતે વાસ્તુ દોષ ને દૂર કરે છે. વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકોમાં પણ મોર પીંછ રાખતા હોઈ છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોર પીંછને સફેદ દોરા થી બાંધીને ઓમ સોમાય નમઃ નો જાપ કરો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહોની સ્થિતિ માં પણ સુધારો થાય છે.
ઘણા લોકો ઘર ની શોભા વધારવા માટે પણ મોર પીંછને પોતાના ઘરમાં લગાવતા હોય છે. મોર પીંછ ભગવાન શ્રીકૃષ્ણ ને ખૂબ જ પ્રિય છે. હિન્દૂ શાસ્ત્રોમાં મોર પીંછને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોર પિંચનો સબંધ સુંદરતા અને ખુશીઓ સાથે છે.
શાસ્ત્રો મુજબ મોર પીંછ વાસ્તુ દોષ ને પણ દૂર કરે છે. અને ગરમા શાંતિ નું પ્રતીક અર્પણ કરે છે. ઘરમાં કળા કરતા મોરની તસ્વીર રાખવાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહે છે. જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધ્યાન મૂકેલું હોઈ છે તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલ હોય છે તે જગ્યાએ મોર પીંછ મુકવાથી આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે.ઘરમાં સકારાત્મક ઊર્જા માટે પણ તમે મોર પીંછ ને ઘરમાં લગાવી શકો છો.
મોર પીંછ માતા સરસ્વતી અને માતા લક્ષ્મીને પણ બહુ પ્રિય છે. ભગવાન શ્રી ક્રિષ્ના ના જન્મ થી જ મોર પીંછ અમને ખુબ જ પ્રિય છે જેથી તેમને મોર પીંછ ને સદાય સાથે અને તેમના મુગટ પર સજાવે છે. મોર પીંછ ને જોવા થી પણ મન માં ખુશી અને પ્રસન્નતા થાય છે પ્રાચીન સમય થીજ મોર પીચ હિન્દૂ ધર્મ માટે એક મહત્વ નું પાત્ર રહ્યું છે.