જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક સમય અનુસાર રાશિ પરિવર્તન કરતા હોય છે. જેનો સીધો અસર માનવ અને દેશ દુનિયા બધા પર થાય છે. તમને જણાવી દઈએ કે 24 સપ્ટેમ્બરે ધન અને સુંદરતાના દાતા શુક્ર દેવ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિઓ પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે કે જેમને આ રાશિ પરિવર્તન વિશેષ લાભદાયક સાબિત થઇ શકે છે ચાલો જાણીએ તે રાશિઓ વિશે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર દેવનું રાશિ પરિવર્તન આર્થિક રૂપે લાભદાયક સાબિત થઇ શકે છે. કારણ કે તમારું ગોચર કુંડળીમાં શુક્ર દેવ 11 માં ભાવમાં ગોચર કરશે. જેનાથી તમારી આવકમાં સારો વધારો થઇ શકે છે. તેમજ આ દરમિયાન આવકના નવા નવા સ્ત્રોતો પણ બની શકે છે. વ્યવસાય અને કરિયરમાં સારી સફળતા મળશે.
આ દરમિયાન તમને ભાગ્યનો પણ સંપૂર્ણ સાથ મળશે. ત્યાં જે લોકો સ્ટોક માર્કેટ, જુગાર અને લોટરીમાં રોકાણ કરવાનું ઈચ્છે છે તેઓ રોકાણ કરીને સારું ધન કમાઈ શકે છે. તમે આ દરમિયાન એક ટાઇગર સ્ટોન ધારણ કરી શકો છો, તેમજ જે લોકોનું કરિયર મીડિયા, ફિલ્મ, એક્ટિંગ, ફેશનથી સંબંધિત છે તેમના માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોને શુક્ર ગ્રહના ગોચરથી વ્યવસાયમાં સારો ધનલાભ થવાની સંભાવના છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં શુક્ર દેવ બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેને ધન અને વાણીનો ભાવ માનવામાં આવે છે. તેથી આ સમયે તમે ઘણા સ્ત્રોતોમાંથી ધન કમાવામાં સફળ રહેશો. તેમજ તમને આકસ્મિક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે.
ત્યાં આ દરમિયાન ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. વાણી અને માર્કેટિંગ ક્ષેત્રથી જોડાયેલું છે જેમ કે વકીલ, માર્કેટિંગ વર્કર, શિક્ષક, તેમના માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે. જો તમારો વ્યવસાય વિદેશથી જોડાયેલો છે તો તમને સારો ધનલાભ થઇ શકે છે. ત્યાં આ દરમિયાન તમે એક ફિરોજા રત્ન પહેરી શકો છો.
તુલા રાશિ: તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનના લીધે ખૂબ જ લાભ થશે. શુક્ર ગ્રહ તુલા રાશિમાં 11 માં ભાવમાં ગોચર કરશે. જેના લીધે તુલા રાશિના લોકોના આવકમાં વધારો થશે. શુક્ર ગ્રહની યુતિના લીધે આવકમાં વધારો થશે.
રાજકારણમાં કાર્યરત છો તો તમને સફળતા મળી શકે છે. આ સમયે તમને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. પગાર વધવાનો પ્રબળ યોગ છે. મોટી પેકેજ વાળી જોબ ની ઓફર પણ આવી શકે છે. ઘરમાં સુખ અને શાંતિ નું માહોલ બની રેહશે. ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. આ સમય પોતાની યોગ્યતા અને ક્ષમાતાઓને નિખારવાનો છે.