અંબાજીમાં બેસેલી માં અંબેને સ્પર્શ કરો.છોડીને જતાં નહીં,લાગશે મહાપાપ.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે જે ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થા નું પ્રતીક છે. અંબાજી માતાના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિન્હની નહીં પણ સ્ત્રી વિષય યંત્રની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગબ્બર પર્વત ઉપર માતા સતીના મૃત શરીરનો હૃદયનો હિસ્સો પડ્યો હતો ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે .જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા જેવો હોય છે માં અંબાના પ્રાગટ્યની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું .

બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ એટલે કે ભગવાન શંકરને બોલાવ્યા ન હતા પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને દેવી સતી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શંકરને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞ કુંડમાં પડી પોતાના પ્રાણ છોડી દીધા.

આખી સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતિના શરીરના ટુકડા કરી પૃથ્વી પર વેરાવી દીધા સતીના દેહના ભાગ અને તેમના આભૂષણો 52 સ્થળો પર પડ્યા. આ સ્થળે એક એક શક્તિપીઠ સ્થાપિત કરવામાં આવ્યું. તંત્ર ચુડા મણીમાં આ 52 મહાપીઠોનો ઉલ્લેખ છે જેમાં એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું પણ ગણવામાં આવે છે.

જેમાં અંબાજીમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે વનવાસ દરમિયાન સીતા માતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ બંને અર્બુદા ના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા.

ત્યારે ઋષિ તે બંનેને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાથી મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઇતિહાસ અને પ્રવાસ વર્ણનો માં પણ જોવા મળે છે .અંબાજી મંદિરની એક વિશેષતા એ છે કે દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવે છે. અંબાજીમાં નવરાત્રી નો ઉત્સવ ખૂબ જ ધામધૂમતી ઉજવવામાં આવે છે દરભાદરવિ પૂનમે અહીં વિશેષ મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *