ભારત વર્ષમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ભારતમાં દેવી-દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર ગુજરાતમાં ચોટીલા ડુંગર પર આવેલું છે જ્યાં માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. તેમના પરચા આજે પણ જોવા મળે છે લોકો દૂર દૂરથી ચોટીલા ડુંગર ઉપર બેઠેલી માં ચામુંડા ની માનતા લઇ અહીં માતાના દર્શને આવે છે.
માં ચામુંડા તેને આશરે આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મા ચામુંડા એ ઘણા હિન્દુઓની કુળદેવી છે ચોટીલા ડુંગર પર આવેલ માં ચામુંડા નું મંદિર રાજકોટ નજીક આવેલું એક અલૌકિક ધાર્મિક સ્થાન છે. તેનો ઇતિહાસ જાણીએ તો તે પહેલા ના સમયમાં પંચાલ તરીકે ઓળખાતું હતું. અહીં માતા ચામુંડા નું હવે મંદિર આવેલું છે મા ચામુંડા એ શક્તિના 64 અવતારોમાના એક અવતાર છે.
તમે જોશો તો આપણા દેશમાં મોટાભાગના મંદિરો ડુંગર પર આવેલા છે. એ જ રીતે મા ચામુંડા નું મંદિર પણ ચોટીલા નામના ડુંગરના ટોચ પર આવેલું છે જ્યાં માના દર્શન કરવા માટે લોકો 1000 થી 1200 પગથિયા નું ચલણ કરીને આવે છે. અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે માન્યતા અનુસાર આ ચોટીલા પર્વત ઘણા વર્ષો જુનો છે. તેવું સ્થાન પુરાણ નામના પુસ્તકમાં પણ લખાયેલું જોવા મળે છે આ ઉપરાંત દેવી ભાગવત પ્રમાણે આ પર્વતમારા ના વિસ્તારમાં ચંડ અને મુંડ નામના બે અસુર થઈ ગયા જેમનો આ વિસ્તારમાં ખૂબ જ ત્રાસ હતો.
આ સમય દરમિયાન ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિને વિનંતી અને પ્રાર્થના કરવામાં આવી કે આ બે અસરોનો તમે નાશ કરો અને આદ્યશક્તિ પ્રગટ થયા અને ચંડ અને મુંડ નામના અસુરોનો તેમણે નાશ કર્યો. ત્યારથી જ ચામુંડા તરીકે ઓળખાય છે. માતાજીના પરચા અપરંપાર છે .થોડા સમય પહેલાની વાત કરીએ તો એક વાવાઝોડાએ આ વિસ્તારમાં ખૂબ જ વિનાશ કર્યો હતો. આ વિસ્તારના ઘણા લોકોને તેનું સીધું નુકસાન થયું હતું. પણ માતાજીના મંદિરમાં આટલી ઊંચાઈએ હોવા છતાં કોઈપણ જાતનું નુકસાન ત્યાં થયું ન હતું.
લાગે છે કે આ માં ચામુંડા નો સૌથી મોટો ચમત્કાર જ છે .માના દર્શને જે આવે છે તેના બધા દુઃખ માં ચામુંડા દૂર કરે છે.અને તેમના જીવનની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માનતા પૂરી થતાં લોકો માં ચામુંડાના ચોટીલા ડુંગર પર માનતા પૂરી કરી મારા દર્શન કરી ધન્યતા અનુભવે છે.