માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં નો હાથ કાયમ તેમના ભક્તો ના માથે રહે છે. ભક્તો ના દુઃખ હરવા માટે અને તેમની મુસીબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે.
કબૂરાઉ માં સાક્ષાત બિરાજમાન માં મોગલના પરચાઓ તો સૌ કોઈ જાણે જ છે. માં મોગલ સાથે અહીં મણિધર બાપુ પણ બિરાજમાન છે. મોટી સંખ્યા માં ભક્તો કબૂરાઉ ધામમાં આવે છે છતા પણ અહીં ક્યારે ભોજનની કમી નથી થતી. લોકોએ માં મોગલ પર ખૂબ જ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખેલી છે. માતા મોગલના ભક્તો દુનિયાના ખૂણેખૂણે વસેલા છે અને પોતાની માનતા પુરી થાય તે માટે તેના ભક્તો મોગલ માના શરણે આવી અને માનતા માંગે છે.
મણિધર બાપૂ એ માં મોગલ ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવ્યા છે. જ્યારે એક યુવકે બાપુને પૂછ્યું કે માં મોગલને પ્રસન્ન કરવા માટે અગરબત્તી કરવી કે, દીવો કરવો જોઈએ, ત્યારે બાપુએ કહ્યું કે “માં તે માં બીજા બધા વગડાના વા” માં ને મૂકીને બીજે ના જવાય પેહલા કુળદેવી અને પછી માં મોગલ. તમારે સૌ પ્રથમ તમારી કુળદેવી ની પૂજા કરવી જોઈએ. કેમ કે તમારી કુળદેવીની દયા થી જ તમે અહીંયા આવો છો અને સારી રીતે બધું ચાલે છે. તમે કોઈપન જગ્યાએ પેહલા જાઓ ત્યારે તમારી કુળદેવી વિશે પૂછવામાં આવે છે, પણ માં મોગલ કોઈની કુળદેવી નથી માં મોગલ તો અઢારે વરણની માં છે. માં મોગલને ધૂપ વાલો છે એ પણ ગુગળ અને ગાયના ઘીનો ધૂપ વાલો છે. આગળ મણિધર બાપુએ કહ્યું કે ચડાવ તરીકે માં મોગલનો દીવો થાય બાકી તો પહેલો દીવો તમારી કુળદેવીનો જ થાય.
માં મોગલ ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલનો ખુશ કરવા હોઈ તો કોઈ ગરીબને કપડાં કે ભોજન કરાવવાથી માં મોગલ તમારા પર પ્રસન્ન થશે. મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ સદા તમને મળશે અને અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ પ્રકારનું પૈસાનું દાન સ્વીકાર કરવામાં આવતું નથી, માત્ર અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે.