જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ અને રાશિઓ એક નિશ્ચિત સમય રાશિ પરિવર્તન કરે છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે તો કેટલીક રાશિઓ માટે અશુભ માનવામાં આવે છે. મંગળ ગ્રહ 20 નવેમ્બર સુધી વૃષભ રાશિમાં રહેશે. તેની અસર દરેક રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જે કુંડળીમાં રાજયોગ બનાવી રહી છે. જ્યોતિષ અનુસાર આ સમય કેટલાક જાતકો માટે સારો તો કેટલાક જાતકો માટે લાભદાયક રહેવાનો નથી. તો ચાલો જાણીએ કઈ 3 રાશિઓ છે જેનો સમય ખૂબ જ સારો આવવાનો છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિનો આવનારો સમય ખૂબ જ શુબ આવવાનો છે. જ્યોતિષ અનુસાર જયારે મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિના ચક્રમાં ગોચર કરે છે, તો આ રાશિના જાતકોની કુંડળીમાં એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થાય છે. તેને આવક અને લાભના રૂપે માનવામાં આવે છે. નવા આવકના સ્ત્રોત બને છે. સાથે વ્યવસાયમાં ખાસ ધનલાભ થઇ શકે છે. વ્યવસાયના નવા માર્ગો ખુલશે. સાથે તમે આર્થિક રૂપથી પણ મજબૂત બનશો. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જાતકોની કાર્યશૈલીમાં પણ સુધારો આવી શકે છે.
સિંહ રાશિ
મંગળ ગ્રહ ના ગોચરના લીધે સિંહ રાશિના જાતકોને મગલદાયી ફળ પ્રાપ્ત થશે. મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના જાતકોના સારા દિવસો શરુ થઇ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને રોજગારી મળશે. આ દરમિયાન આ રાશિના જાતકો જે નોકરીના ક્ષેત્રમાં છે, તેમને નોકરીની નવી ઓફર મળી શકે છે. સાથે સારા પદ ઉપર પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં વધારો થઈ શકે છે. નવા વ્યવસાયિક સંબંધ પણ બની શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે મંગળ ગ્રહના ગોચરના લીધે આવનારો સમય લાભદાયક રહેવાનો છે. ઘણા રોકાયેલા કામ બની શકે છે. તમારા અટકેલા પૈસા પાછા આવી શકે છે. આ દરમિયાન વ્યવસાય સંબંધિત યાત્રા પણ કરી શકો છો. તેનાથી ભવિષ્યમાં તમે સારા પૈસા કમાઈ શકો છો. નવા આવકના સ્ત્રોત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારું પરિણામ મળી શકે છે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સાથે કોઈ ઉચ્ચ શિક્ષા સંસ્થામાં પણ પ્રવેશ મળી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.