મેષ રાશિના જાતક જન્મથી જ હંમેશા સારા નેતૃત્વ ની ક્ષમતા થી પરિપૂર્ણ હોય છે. વર્ષ 2022 નો સપ્ટેમ્બર મહિનો પણ તેમની નેતૃત્વ ની ક્ષમતામાં વૃદ્ધિ કરવાની સાથે કરિયર માં પણ સફળતા આપવાનું કાર્ય કરશે. નોકરી કરતા વર્ગને સપ્ટેમ્બર મહિનામાં મિશ્રિત ફળ મળશે અને વ્યાપાર કરતા જાતકોને વ્યાપરમાં વૃદ્ધિ થશે અને આવકમાં વધારો થશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો મેષ રાશિના પંચમ ભાવમાં સૂર્ય અને શુક્રની યુતિ મેષ રાશિના વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં લાભકારી પરિણામ આપશે. વિદ્યાર્થીઓ ને તેમના શિક્ષકોનો પણ ખૂબ જ સમર્થન મળશે. અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ ને સમયસર પૂરું કરવામાં સફળ રહેશો. સૂર્ય દેવનું છઠ્ઠા ભાવમાં ગોચર કરવાથી ખેલ કુદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને લાભ થશે.
ગ્રહોની નકારાત્મકતા ને લીધે તમને નુકશાન થવાની પણ સંભાવના છે. સાથે સાથે બદલતા મોસમી ની જોડે તમારા સ્વાસ્થ્ય ને પણ સંભાળી રાખવું પડશે તેથી ખાવા પીવા માં પૂરું ધ્યાન આપવું પડશે.
કાર્યક્ષેત્ર
મેષ રાશિના જાતકો માટે કરિયર ની દ્રષ્ટિકોણ થી આ મહિનો મિશ્રિત રહેશે. કેમ કે મેષ રાશિના દશમ ભાવમાં શનિ સ્થિત રહેશે. શનિનું ગોચર કરિયર માં કષ્ટ પેદા કરી શકે છે. ભગવાનની ભક્તિ કરવામાં તમને સારું લાગશે. ભાગ્યનો પુરે પૂરો સાથ મળશે. ઓફિસમાં માન સન્માન વધશે. માતા પિતા તરફ થી કોઈ ભેટ મળશે. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ શુભ રહેશે અને નવી ટેકનોલોજી શીખવા મળશે. મિત્રો સાથે નવો ધંધો શરૂ કરી શકો છો.
આર્થિક
આર્થિક દ્રષ્ટિએ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે. કેમ કે બીજા ભાવમાં મંગળ ગ્રહ સ્થિત છે. ગ્રહોની આ સ્થિતિ તમને આર્થિક યોગ અપવાશે તેવી સ્થિતિ દર્શાવી રહી છે. અચાનક જ ધન પ્રાપ્તિ થશે અને આવકના સ્ત્રોત વધશે. પરંતુ તમારે ધનને ભવિષ્ય માટે ભેગું કરી રાખવાની જરૂરત છે.
સ્વાસ્થ્ય
મેષ રાશિના જાતકોને આ મહિને એટલે કે સપ્ટેમ્બર માસમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ ઉભી થશે. કેમ કે તમારા છઠ્ઠા ભાવમાં બુધ ગ્રહ હોવાથી તમને અકસ્માત અથવા તો નાની ચોટ જેવી સમસ્યા થશે તેવી આશંકા છે. બદલાતી ઋતુ સાથે તમારા સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં પેહલા થી જ કોઈ બીમાર છે તો તમારે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.