Categories
Astrology

દુર્ભાગ્ય ને સૌભાગ્યમાં બદલવા માટે જ્યોતિષશાસ્ત્ર્નો અજમાવો આ ઉપાય, રોજ કરો આ કામ બની જશો ધનવાન

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવ્યા છે, જે તમારા દુર્ભાગ્ય ને સોભાગ્ય માં બદલી દે છે. એવું કહેવામાં આવ્યું છે કે કામ કરવાથી મનુષ્યના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. જ્યોતિશ શાસ્ત્રોમાં બતાવેલા આ ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં પૈસા અને ખુશીઓ આવે છે, સાથે સાથે માં લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે.

તમારા ઘરના મંદિરમાં હંમેશા ચોખ્ખાં ઘી નો જ દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી પરિવાર પર દેવી અને દેવતાઓની કૃપા હંમેશા માટે વરસતી રહે છે. તમારા ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે તે પણ પવિત્ર કહેવાય છે. તેથી તુલસી ને પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને ધન લાભ પણ થાય છે.  તુલસીને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીના ઘણા આયુર્વેદ ઉપચાર પણ છે. કહેવામાં આવે છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો હોઈ છે. જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે તમારા પર થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ પૂજા પાઠ કરવા જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ. જો તમે આર્થિક તંગી થી નિજાત પામવા માંગો છો તો રવિવાર ના રોજ ગુલેર ના વૃક્ષ ની પૂજા કરીને ધન સ્થાન પર મૂકી દો. તેનાથી જલ્દી જ તમારી આવકમાં વધારો થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ભોજન કરવા માટે દિશા સબંધિત નિયમો વિસ્તારથી બતાવવામાં આવ્યા છે. જો તમે ધનવાન બનાવ માંગો છો અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ભોજન જમવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

ઘરમાં પૂજા કે પાઠમાં ઉપયોગ માં લેવામાં આવેલ ફૂલ કે અન્ય સામગ્રીઓનું ક્યારે પણ અપમાન કરવું જોઈએ નહિ. ફૂલોને નદી કે તળાવમાં પધરાવી દેવા જોઈએ અથવાતો ખાડો કરીને તેમાં દાટી દેવા જોઈએ.

રોજ વહેલી સવારે નાહ્યા બાદ ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ નો છટકાવ કરો. આમ કરવાથી તમારા ઘર માંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને અષ્ટ અને ઐશ્વર્યા નું નિર્માણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *