Categories
Astrology

જ્યોતિષશાસ્ત્રમાં દૂધ ઉભરાઇ જવું શુભ માનવામાં આવે છે કે અશુભ જાણો

તમે જોયું જ હશે કે ઘણી વખત તમારા હાથ માંથી વાસણ છૂટી જાય છે અથવા કાચ તૂટી જાય છે અથવા દૂધ ઉકળીને તપેલી ની બહાર પડી જાય છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપણા જીવનમાં ઘણી વાર એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે એકદમ અનિચ્છનીય વસ્તુઓ હોય છે જે આપણને કોઈને કોઈ બાબતનો સંકેત આપતી રહે છે. આપણી જીવનશૈલીમાં દરરોજ આવું કોઈને કોઈ થતુ જ રહે છે. આજે અમે તમને જણાવીશું કે જ્યારે દૂધ ઉકળીને બહાર આવે છે અને પડી જાય છે ત્યારે આપણને શું સંકેત મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ કયો સંકેત શુભ શુકન માનવામાં આવે છે અને કયો અશુભ સંકેત માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દૂધ તપેલી માંથી પડવાનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ક્યારેક યોગ્ય સમયે ગેસ બંધ ન કરવાને કારણે દૂધ ઉકળે છે અને ગેસના સ્ટવ અથવા ફ્લોર પર પડી જાય છે. પરંતુ કેટલાક લોકો તેને નાની વાત ગણીને અવગણના કરે છે. પરંતુ દૂધ ઉકળતા વાસણ માંથી બહાર નીકળવું એક મોટું શુકન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો દૂધ ઉકાળ્યા પછી વાસણ માંથી બહાર આવે તો સમજી લેવું જોઈએ કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે.

હવે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આ સ્થિતિમાં દૂધ બળવું ન જોઈએ અને ઉકળ્યા પછી વાસણ માંથી બહાર આવવું જોઈએ. શુભ શુકન ત્યારે જ માનવામાં આવે છે. જ્યારે આપણે દૂધને ગરમ કરતી વખતે તેનું સંપૂર્ણ ધ્યાન રાખીએ અને તે અજાણતા ઉકળીને વાસણ માંથી બહાર આવી જાય. હિન્દુ પરિવારોમાં વહેલી સવારે દૂધ ખરીદવું અને દૂધ ગરમ કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે સવારે દૂધ જોવાનું શુભ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *