આપણા ગુજરાત રાજ્ય માં મહેસાણા જિલ્લા માં આવેલુ જાણીતું અને પ્રાચીન ૫૧ શક્તિપીથો માનું એક શક્તિપીઠ બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક રિવાજ અને રહસ્યો થી સંકળાયેલું છે, તમને ખબર હશે કે દુનિયા ભર માંથી લો બહુચર માની માનતા માનવા માટે હજારો ભક્તો આવે છે, જેમાં શક્તિ સ્વરૂપ માં બહુચર ની સવારી કુકડા ના સુવર્ણ અને તેને લાગતો પ્રાચીન ઇતિહાસ આજના સમય માં પણ જારવાયેલ રહેલો છે,
અહીંયા લીધેલી માનતા પૂર્ણ થતા મંદીર ના પ્રાંગણ માં રમતા કુકડા મુકવા માં આવે છે, ભક્તો એ મંદીર માં રમતા કુકડા મુકેલા સાર સંભાર થી માંડી ને ચણ આપવા ની જવાબદારી આજે પણ સરકાર તરફ થી નિયુક્ત થયેલું વહીવટી તંત્ર સંભારે છે, બહુચરાજી મંદીર માં રમતો કૂકડો મુકવાની પરંપરા એક દમ પ્રાચીન છે.
ત્યાંના રહેવાસી અને લોકાવાયક મુજબ, ચૂંવાર પ્રદેશ એટલે કે હાલ માં જાણીતું બહુચરાજી ના આસપાસ ના વિસ્તાર માં લોકો ને હેરાન કરતો દંધાશૂર ને હનવા માટે માં બહુચરાજી ત્યારે બાર સ્વરૂપ માં પ્રગટ થયા હતા, દંધાશૂર પર ના ક્રોધ જોઈ દંધાશૂર ત્યાંના એટલે કે ગામ ના કુકડાઓ વચ્ચે કુકવાઈ કૂકડો બની ને સંતાઈ ગયો હતો,
તેને શોધવા બાર સ્વરૂપ માં આવેલા માં બહુચરા એ તેમના લલાત નું કુમકુમ તમામ કુકડાઓ પર છંટ્યું હતું, ત્યાર પછી અસલી કુકડા હતા તેઓ બધા રંગબેરંગી બની ગયા હતા અને દંધાશૂર તેના અસલી રૂપ માં આવી ગયો હતો, ત્યાર બાદ બહુચરાજી માતાજી દંધાશૂર પર ના અપાર ક્રોધ ને કારણે દંધાશૂર ની છાતી પર ત્રિશુર મારી ને તેનો વધ કર્યો હતો.
જયારે દંધાશુર નો વધ થયો પછી કુકડાઓ એ માં બહુચર ને વિનંતી કરી કે દંધાશૂર એ અમારી જાતિ ને ખરાબ કરી નાખી છે, હવે અમને કોણ અપનાવશે? ત્યારે બહુચર માં એ કહ્યું કે હવે થી હું તમારા પર સવાર થઈસ અને તમે મારી સવારી બનશો, ત્યાર બાદ કૂકડો માં બહુચર નું પ્રિય વાહન છે, કહેવાય છે આજના સમય માં પણ જયારે ભક્તો પૌરાણિક પરંપરા મુજબ જયારે તેઓની માનતા પૂર્ણ થતા માં બહુચર ના પ્રિય વાહન એટલે કે કુકડા મેં માં બહુચર ના મંદીર માં રમતા મૂકે છે.