Categories
Dharmik

ગણેશ ચતુર્થી 2022: જાણો ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને શ્નીજીને રીઝવવાના મંત્રો….

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય

ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને અન્ય દેવતાઓની સરખાણીમાં પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન ગણેશ ને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. રિદ્ધિ અને સિદ્ધિ ના સ્વામી ગણપતિ બાપ્પા જે ઘરમાં પણ પ્રવેશે છે તે ઘરમાં ખુશીઓ હંમેશા રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આખા ભારતમાં બહુ જ ધૂમ ધામ થી ઉજવાય છે.  અઠવાડિયામાં બુધવારના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. ગજાનંન ગણપતિનું ધ્યાન કરતાં જ મનમાં શાતિનો અનુભવ થાય છે અને જીવનના તમામ સંકટનો નાશ થાય છે.

હિન્દૂ પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ આવી રહી છે. બીજી તરફ આ દિવસે બુધવાર હોવાથી આ દિવસ વધુ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશના કેટલાક ચમત્કારીનો જાપ કરવાથી બાપ્પા ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ ભગવાન ગણેશનું એક મંત્ર અમે તમને જણાવવા જઈ રહ્યા છે, આમ તો જોવા જઈએ તો આ ગાયત્રી મંત્ર છે, જેને ગણેશ મંત્રો સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ મંત્રનો ઉપયોગ કોઈ પૂજાના સમય દરમિયાન કરવામાં આવે છે. અથવા તાંત્રિકની વિલક્ષણ સિદ્ધિ મેળવાની ઈચ્છા આ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે જેનો તમે સકંટ સમયે ઉપયોગ કરીને સંકટમાં મુક્તિ મેળવી શકો છો.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર જો તમે માટીના ગણપતિ બનાવવાનો અને તેમની સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેથી આ ગણેશ પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે અને પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી  વિસર્જન કરવામાં આવશે.

ભગવાન ગણેશ ના સ્થાપના માટેના વિશેષ મુહરત સવારે  6:23 થી 7:57 લાભ, સવારે 7:57 થી  9:31 અમૃત, બપોરે 11:05 થી 12:40 શુભ, સાજે 5:23 થી  6:57 લાભ, રાત્રે. 8:23 થી 9:48 શુભ.

આ મંત્રનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને તમારા ઘર અને જીવનમાંથી તમામ સંકટો દૂર થાય છે.

एकदंताय विघ्नहे, वक्रतुळ्ड धीमहि, तन्नो दंती प्रचोदयात.

महाकर्णाय विघ्नेहे वक्रतुळ्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात

गजाननाय विघ्नेहे वक्रतुळ्डांय धीमहि, तन्नो दंती प्रचोदयात

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *