Categories
Dharmik

આ ચમત્કારિક મંત્રથી ગણેશજી થશે પ્રસન્ન,તમારા બધા દુખો હરિ લેશે વિઘ્નકરતાં,ફોટોને સ્પર્શ કરી દર્શન કરો

પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશના ભક્તો ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં ખૂબ જ  વ્યસ્ત છે. હિન્દૂ પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર 31ઓગસ્ટ બુધવારના રોજ પુરા ભારત માં ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક ધર્મના લોકો ભગવાન ગણેશજી ની મૂર્તિ ની ઘરે સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરે છે.

ગણેશ ચતુર્થી ને પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઊજવવામાં આવે છે.  દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. શ્રી ગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઊજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. 31 ઓગસ્ટ ના રોજ કયા સમયે ભગવાન ગણેશ ની સ્થાપના માટેનું શુભ મુહરત છે તે જાણી લો.

સવારે  6:23 થી 7:57 લાભ, સવારે 7:57 થી  9:31 અમૃત, બપોરે 11:05 થી 12:40 શુભ, સાજે 5:23 થી  6:57 લાભ, રાત્રે. 8:23 થી 9:48 શુભ

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેથી આ ગણેશ પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે છે પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી વિસર્જન કરવામાં આવશે.

ભગવાન ગણેશજીને રીઝવવા માટે ના શ્રેષ્ઠ મંત્રો:

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય

ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

ભગવાન ગણેશજી પ્રસાદ માં ચુરમાના મોદક અનેક પ્રકારના મોદક અને ગોળ ખૂબ જ પ્રિય છે. ભગવાન ગણેશને લાલ,પીળા, જાસુદલાલ, ગુલાબના, પુષ્પપીળા, કેસરી ગલગોટા ખૂબ જ પ્રિય છે. તેમજ તેમને કેળા, ચીકુ, સફરજન, પપૈયુ ખૂબ જ પસંદ છે.

ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્વાગત કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *