Categories
Dharmik

ઐઠોરમાં આવેલું છે ૧૨૦૦ વર્ષ જૂનું ગણપતિ નું મંદીર કે જ્યાં બિરાજમાન છે. જમણી સૂંઢવારા ગણપતિ દાદા.

આજે આપડે દાદા ગણપતિ ના એ મંદીર વિશે જાણવા જય રહ્યા છીએ કે જે ૧૨૦૦ વર્ષ જૂનું છે, ગુજરાત માં અમદાવાદ શહેર થી 2 કલાક નો રસ્તો પસાર કરતા ઉત્તર ગુજરાત માં ગણપતિ દાદા નું ભવ્ય મંદીર આવે છે કે જે અંદાજે ૧૨૦૦ કે તેથી વધારે વર્ષ જૂનું પ્રાચીન અને જગવીખ્યાત મંદીર આવેલું છે. આ ઐઠોર ગામ મેહસાણા જિલ્લા ના ઊંઝા તાલુકા માં આવેલું છે. અને ઊંઝા થી લગભગ ૨ થી 3 કિલોમીટર જેટલું દૂર છે. કેહવામાં આવે છે કે ત્યાં માથું નામાવા થી તમારી ગમે એ ઈચ્છા puri thai jay છે.

મંદીર જોડે અનેક દાંતકાથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે મંદીર માં સ્થિત મૂર્તિ પાંડવ યુગ ની છે. એટલુંજ નહિ પરંતુ આ મંદીર નો ઇતિહાસ ઉત્તર ગુજરાત ના સોલંકી કુલ ના રાજાઓ સાથે જોડાયેલો છે.કહેવાય છે કે ઐ સમયે એ સોલંકી કુલ ના રજા અહીંયા પૂજા કરવા માટે આવતા હતા. જયારે સોલંકી કુલ ના રાજા કઈ પણ શુભ કાર્ય કરવા જતા ત્યારે સૌપ્રથમ આ મંદીર માં પૂજા અર્ચના કરતા પછી જ એ કાર્ય કાર્ય કરતા હતા. આ મંદીર આખા દેશ માં ઐઠોર ના ગણપતિ તરીકે પ્રખ્યાત છે.

પ્રાચીન સમય માં જયારે ભગવાન ઇન્દ્ર ના લગ્ન થઇ રહ્યા હતા ત્યારે બધા જ દેવી દેવતાઓ ને આમન્ત્રણ આપવા માં આવ્યું હતું પરંતુ ગણપતિ દાદા ને વાંકી શુંધ અને વિચિત્ર દેખાવ ને કારણે આમંત્રિત કરવા ન હોતા આવ્યા. તે સમયે જાન ઊંઝા નજીક ઐઠોર માં પોહચી ગણપતી ના ક્રોધ ના કારણે રઠ ના પૈડાં જ ભાગી ગયા હતા. ગણપતિ દાદા ને રિઝવા માટે પુષ્પાવતી નદી ના કિનારે 33 કરોડ દેવી દેવતાંઓ એ આરાધના કરી હતી

જે આજે પણ પુસ્પાવતી નદી ના કિનારે 33 કરોડ દેવી દેવતાઓ નું પ્રાચીન મંદીર આવેલુ છે આ પૂજા કર્યા બાદ જાન આગળ વધી હતી અને શિવ પરિવાર જાન માં જોડાયો હતો.પાછળ થી ગણપતિ ને થાક લગતા શિવજી એ કહ્યું હતું કે અહીં ઠર  માટે સમય જતા ગામ નું નામ “ઐઠોર” પાડવા માં આવ્યું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *