Categories
Uncategorized

ગુજરાતના 8 જિલ્લા હવે રેડ એલર્ટ પર, 6 જિલ્લામાં ઓચિંતી આફતની આગાહી, ગુજરાત સરકારે લોકોને સચેત રહેવા સૂચન કર્યું

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોઈ સરકાર દ્વારા તમામ તૈયારીઑ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તે અંગે જાણકારી આપતા સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી પ્રેસ યોજી કહ્યું છે કે ગઇકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

પૂર્ણા નદી વધુ ગાડીતૂર બનશે

મહારાષ્ટ્રના 2 ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદી બે કાંઠે વહી છે. ભયજનક સ્તર વટાવી નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી રહી છે. આ સાથે જ સરકારે પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાની લોકોને આગોતરી જાણ કરી છે.

6 જિલ્લામાં અતિભારે

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના રહેવાસીઓને ચેતવ્યા છે.

કેટલા માર્ગ બંધ?

તો અન્ય વરસાદ અને તે બાદની વ્યવસ્થા અંગે માહિતી આપી છે કે બસના 14 હજાર રુટ માંથી માત્ર 148 રૂટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. 27 સ્ટેટ હાઇવે બંધ, 559 પંચાયત માર્ગ બંધ તેમજ ફરીથી પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહને લીધે નવસારી નેશનલ હાઇવે તેમજ ડાંગ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.કચ્છમાં નેશનલ હાઇવે હાલ બંધ છે.

2 ચોપર વિમાનથી રેસ્ક્યૂની કામગીરી પૂર ઝડપમાં

NDRF ની 4 ટીમ નવસારી વાસદામાં મુકવામાં આવી છે તેમજ Sdrfની 2 ટીમો પણ ખડેપગે લોકોની સેવા કરી રહી છે. 3 ચોપર વિમાનની માંગણી સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાંથી 2 ચોપર વિમાન નવસારી પહોંચ્યા છે અને પાણીમાં ફસાયેલા લોકોનું દિલઘડક રેસ્ક્યૂ કરી રહ્યા છે.ગણદેવીમાં પરિસ્થિતિ ખરાબ છે, સંપૂર્ણ નુકસાન પામેલા મકાન 126, સંપૂર્ણ નુકસાન ઝુંપડા 19 છે.

કુલ 39,177 લોકોનું રેસ્ક્યૂ કરાયું

7 જુલાઇથી સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે 39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી  17,394 લોકો હેમખેમ ઘરે પરત ફર્યા છે. 21,346 લોકો આશ્રય સ્થાનમાં છે. SDRFની 22 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 5467 ગામોમાં વીજળી બંધ થઈ હતી જેમાંથી 5426 ગામમાં વીજળી પરત ચાલુ કરવામાં આવી છે. હાલ માત્ર વધુ પૂરઅસરગ્રસ્ત 41 ગામમાં વીજળી પુરવઠો બંધ છે

Categories
Uncategorized

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. નવસારી, વલસાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

વલસાડમાં ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. NDRF ની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્ર લોકોને ઘરોમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઉપરાંત પોરબંદરમાં સવારથી જ વરસાદી માહોલના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાણાવાવ, પોરબંદર, કુતિયાણા સહિતના અનેક વિસ્તારોમાં વરસાાદ વરસ્યો હતો. રાણાવાવ શહેરના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. પોરબંદરના બરડા પથકમાં 5થી 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Categories
Uncategorized

આ તો ટ્રેલર હતું! આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ મામલે રાજ્યમાં હજી 3 દિવસ કોઈ જ રાહત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમ્યાન અત્યંત ભારે વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે, આગામી 48 કલાકમાં ગુજરાત દરિયાઈ કાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાં આવતા રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 400 મીમી વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં 60 થી 80 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારો અને બંદરો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.

જાણો સમગ્ર ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ ખાબક્યો?
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 51 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 47 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 14 જુલાઇ 2022ના રોજ સવારે 06.00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન વાંસદા તાલુકામાં 394 મિ.મી., કપરાડામાં 377 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 340 મિ.મી, પારડીમાં 286 મિ.મી, સુબીરમાં 270 મિ.મી, વાપીમાં 260 મિ.મી, વઘઈમાં 247 મિ.મી, ખેરગામમાં 229 મિ.મી, ડોલવણમાં 226 મિ.મી, ઉમેરગામમાં 214 મિ.મી મળી કુલ આઠ તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે નાંદોદ તાલુકામાં 199 મિ.મી, ડાંગ (આહવા)માં 193 મિ.મી, દભોઇ 183 મિ.મી, કરજણમાં 144 મિ.મી, વલસાડમાં 123 મિ.મી, સુત્રાપાડા અને કોડીનારમાં 118 મિ.મી, ગીર ગઢડા અને વાલોદમાં 113 મિ.મી , આમ કુલ નવ તાલુકાઓમાં 05 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકામાં 111 મિ.મી, ચીખલી અને વંથાલીમાં 98 મિ.મી, ગોધરામાં 95 મિ.મી, વિસાવદરમાં 91 મિ.મી, કેશોદમાં 90 મિ.મી, તારાપુરમાં 89 મિ.મી, માંગરોળમ 88 મિ.મી, કડાણામાં 87 મિ.મી, મહુવા 85 મિ.મી, નવસારીમાં 84 મિ.મી, ખંભાતમાં 83 મિ.મી, ગણદેવીમાં 82 મિ.મી, નેત્રંગ અને જાંબુઘોડામાં 80 મિ.મી, ઉનામાં 74 મિ.મી, છોટા ઉદેપુરમાં 71 મિ.મી, જલાલપોરમાં 70 મિ.મી, પોરબંદરમાં 67 મિ.મી, સાંતલપુરમાં 65 મિ.મી, અમરેલીમાં 64 મિ.મી, કલ્યાણપુર અને માલિયામાં 61 મિ.મી,  વેરાવળમાં 60 મિ.મી, સાગબારામાં 59 મિ.મી,  વાડીયામાં 58 મિ.મી, જેતપુર પાવીમાં 57 મિ.મી,  જમ્કાન્ડોરના અને પલસાણામાં 56 મિ.મી,  વ્યારામાં 54 મિ.મી, ધારી અને વિજાપુરમાં 53 મિ.મી, જાંબુસેરમાં 51 મિ.મી. અને પાટણમાં 50 મિ.મી, મળી કુલ 34 તાલુકાઓમાં 02 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ 40 તાલુકાઓમાં 01 ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 51 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 97.76 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 64.36 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 51.18 ટકા, પૂર્વ ગુજરાતમાં 41.10 ટકા અને ઉત્તર ગુજરાતમાં 27.48 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

Categories
Uncategorized

ગુજરાતને હજુ પણ ધમરોળશે મેઘરાજા, વધુ ત્રણ દિવસ ભારેથી અતિભારે પડશે વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 3 દિવસ અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી શકે છે.

ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.

Categories
Uncategorized

હવામાન વિભાગની મોટી આગાહી! હજી બે દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

Categories
Uncategorized

આગામી 48 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. નોંધનિય છે કે રાજ્ય પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકોને જીવ ગુમાવવવાનો વારો આવ્યો હતો અને અનેક મિલ્કતોને પણ નુકશાન થયું હતું.

Categories
Uncategorized

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ પંથકમાં આજે વરસાદી આફતનું ઝળુંબતું જોખમ

ગઈકાલે ગુરુવારે અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, સુરત, તાપીમાં વરસાદની આગાહીને લઇને છૂટોછવાયો વરસાદ પડયો હતો. ત્યારબાદ આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત બુધવાર સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં ભાવનગર, વલસાડ,પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લધી

વધુમાં આવતીકાલે એટલે કે તા.16 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. નોંધનિય છે કે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લઇ મુખ્યમંત્રીએ નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. અને બંને નવસારી જિલ્લાની વિકટ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ અમરેલીમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર તંત્ર સાબદું બન્યું છે. વરસાદની આફતના ભણકારાને લઈને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ઉપરાંત લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ ગૌરાંગ મકવાણાએ અપીલ કરી છે.
ગઇકાલે ગુરુવારે રાજ્યના 203 તાલુકામાં વરસાદ

નોંધનિય છે કે, ગઇકાલે ગુરુવારે રાજ્યના 203 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં 8, નવસારીમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 3, કપરાડા, વાસંદા અને જલાલપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ સુત્રાપાડા અને ડોલવણમાં 6-6 ઇંચ, માણાવદર, કુતિયાણા અને વઘઇમાં 5 ઇંચ, તાળાળા, રાણાવાવ, વ્યારા, ખેરગામ અને ચોર્યાસીમાં 4 ઇંચ, બારડોલી, વાપી અને પારડીમાં 3.5 ઇંચ, વલોદ અને માળીયામાં 3 ઇંચ, ખાંભા, જેતપુર, ખંભાળીયા, વંથલીમાં 2.5 ઇંચ ઉપરાંત પોરબંદર, સુબીર, મહુવા, જેસરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું.

Categories
Uncategorized

કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં અતિભારે વરસાદની શક્યતા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબથી NDRFની 5 ટીમ આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીનાં સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયાં છે. રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે છે. રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

CMએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બોડેલી પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. બોડેલી પહોંચીને CM ભૂપેન્દ્ર પટેલે તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. તેઓ બોડેલીના દીવાન ફળિયા તથા વર્ધમાન ફળિયામાં પહોંચ્યા હતા, જ્યાં પૂરના પાણી સૌથી વધુ ભરાયાં હતાં. અહીં તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની મુશ્કેલી જાણીને મદદ કરવાની બાંયધરી આપી હતી.

24 કલાકમાં સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 15 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 123 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 52 ટકા, સૌરાષ્ટ્રમાં 43 ટકા, પૂર્વ ગુજરાતમાં 35 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે દોઢ વાગ્યે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.હવામાન વિભાગે 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત્ છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવકાર્ય કરી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 245 શહેરમાં વરસાદ
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ, સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. 12 જુલાઈએ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, 13 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ, 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મોત
રાજ્યમાં મેઘમહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યારસુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. અત્યારસુધી કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયાં છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યા છે.

રસ્તાઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતાં રસ્તો બંધ.

10 હજારથી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાંથી 6853 નાગરિકો ઘરે પરત ફર્યા છે, જ્યારે અંદાજે 3821 આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રયસ્થાન પર વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લામાંથી અત્યારસુધીમાં અંદાજે 508 નાગરિકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે.

સુરતમાં અનેક રસ્તાઓ બંધ થતાં લોકો અટવાયા.

NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તહેનાત
સરકાર દ્વારા કરાયેલા આયોજન તથા વરસાદમાં રેસ્ક્યૂ અને મૃત્યુ પામેલા લોકો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર, આ ટીમો સત્વર પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

Categories
Uncategorized

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,જાણો ક્યાં થશે વરસાદ…

ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી આફતમાં અત્યારસુધીમાં 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.

રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાયાં
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યાં છે, ત્યારે રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાઈ ગયાં છે. એ ઉપરાંત 30 જળાશયો 70થી 100 ટકા, 27 જળાશય 50થી 70 ટકા, સરદાર સરોવર કુલ સંગ્રહશક્તિના 48 ટકા ભરાયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 NDRFની પ્લાટૂન અને 21 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે NDRFની બે ટીમ અને SDRFની પાંચ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. અત્યારસુધીમાં 575 નાગરિકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

અત્યારસુધીમાં 83 લોકોનાં મોત
રાજ્યમાં અત્યારસુધીમાં 83 માનવ મૃત્યુ નોંધાયાં છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયાં છે. છેલ્લા 24 કલાકમાં 14 માનવ મૃત્યુ થયાં છે, જેમાં બેનાં ઝાડ પડવાથી, બેનાં વીજળી પડવાથી અને 9નાં પાણીના વહેણમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 31035 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જે પૈકી 21094 નાગરિક હજુ આશ્રયસ્થાનોમાં છે, જ્યારે 9848 નાગરિકો પાણી ઓસરતાં પરત ઘરે ફર્યા છે.

51 સ્ટેટ હાઈવે સહિત 537 માર્ગો બંધ
રાજ્યમાં થયેલા વરસાદને કારણે 51 સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, 483 પંચાયત મળી કુલ 537 માર્ગો સુરક્ષાની દૃષ્ટિકોણથી વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-41, નવસારી નેશનલ હાઈવે-64 અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયા છે. રાજ્યનાં ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી માત્ર 138 ગામના રૂટ બંધ કરવામાં આવ્યા છે. એમાં પણ 14 રૂટ પૂર્વવત થઈ ગયા છે. જ્યારે 124 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. એવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 769 ગામમાં વીજપુરવઠો બંધ થયો હતો. એ તમામ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. 15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ, લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદનું જોર ઓછું થશે.

ગુજરાતમાં 27 ડેમ પર હાઇ એલર્ટ
સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 27 ડેમ પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે, જ્યારે 8 ડેમમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 169 ડેમમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કોઈ ખાસ આવક થઈ નથી.

Categories
Uncategorized

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!