Categories
Uncategorized

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી , વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

  • 15 જુલાઈ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
  • ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી
  • 16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબીમાં આગાહી
  • આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન

આજે આ જીલ્લામાં પડશે ભારે વરસાદ

આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં કરવામાં આવી છે.

આગામી 2 દિવસ પડશે કડાકા ભડાકા સાથે વરસાદ

16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *