Categories
Uncategorized

વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદનો મોટો રાઉન્ડ પડી શકે છે અનરાધાર વરસાદ…

હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે.રાજ્યના વિવિધ તાલુકામાં મેઘો વરસી રહ્યો છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. એવામાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે આજે પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. કાલે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદ પડી શકે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ 24 જુલાઇથી 26 જુલાઇ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જો 16 જુલાઈથી વરસાદની તીવ્રતા ઘટશે તો 22 જુલાઈથી ફરી વરસાદ થઈ શકે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈ પછી જો ભારે વરસાદ પડે તો ખેડૂતોને તેનો ઘણો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે રાજ્યમાં અવિરત વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં કૃષિ પાકને ભારે નુકસાન થયું છે.

આ સંદર્ભે ફરી એકવાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.વધુમાં આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ગઇકાલે રાજ્યના 203 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં 8, નવસારીમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 3, કપરાડા, વાસંદા અને જલાલપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *