ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં નવસારી તો પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. સુત્રાપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેણા કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
સુત્રાપાડામાં ધોધમાર 6 ઈંચથી વધુ વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુત્રાપાડા ફરી જળ બંબાકાર બન્યું છે. ખેતરો- રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે. સૂત્રાપાડામાં ભારે વરસાદથી કોડીનાર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
હવમાન વિભાગે ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 10 થી 12 બે કલાકમાં સુત્રાપાડા શહેર-પંથકમાં 104 મિમી એટલે 4 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુત્રાપાડામાં બપોરે 12થી 2 વાગ્યા સુધી વધુ 1 ઈંચ અને તાલાલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સરસ્વતી નદી ગાંડીતૂર બનતા માધુપુર જાંબુર ગામ જળબંબાકાર થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. 16 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભારમાં વરસાદ થઇ શકે છે. સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
20 જુલાઈ બાદ થનારો વરસાદ કૃષિ માટે બનશે ફાયદાકારકહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. આ તરફ હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદન આગાહી કરી છે.
વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં થશે પાક નુકસાનીનો સર્વે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે.
ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરીરાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.