હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી (Gujarat monsoon update) વાતાવરણ જામ્યું છે. દક્ષિણ ગુજરાતના (South Gujarat) અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rainfall) વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમાન નદી – તળાવમાં જળસ્તરમાં વધારો થતા એલર્ટ (Gujarat alert) પર આવી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દાદરાનગર દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, 14મી તારીખથી 15મીની સવાર સુધીમાં જૂનાગઢ, ગીર, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
15મી તારીખેની આગાહીની વાત કરીએ તો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ વરસવાની નહીંવત સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 16મી તારીખે રાજ્યમાં વરસાદનું જોર ઓછું થશે. જોકે, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું છે કે, “હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.”
વરસાદી આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.