Categories
Uncategorized

ગુજરાતના 8 જિલ્લા હવે રેડ એલર્ટ પર, 6 જિલ્લામાં ઓચિંતી આફતની આગાહી, ગુજરાત સરકારે લોકોને સચેત રહેવા સૂચન કર્યું

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોઈ સરકાર દ્વારા તમામ તૈયારીઑ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તે અંગે જાણકારી આપતા સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી પ્રેસ યોજી કહ્યું છે કે ગઇકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

પૂર્ણા નદી વધુ ગાડીતૂર બનશે

મહારાષ્ટ્રના 2 ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદી બે કાંઠે વહી છે. ભયજનક સ્તર વટાવી નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી રહી છે. આ સાથે જ સરકારે પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાની લોકોને આગોતરી જાણ કરી છે.

6 જિલ્લામાં અતિભારે

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના રહેવાસીઓને ચેતવ્યા છે.

કેટલા માર્ગ બંધ?

તો અન્ય વરસાદ અને તે બાદની વ્યવસ્થા અંગે માહિતી આપી છે કે બસના 14 હજાર રુટ માંથી માત્ર 148 રૂટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. 27 સ્ટેટ હાઇવે બંધ, 559 પંચાયત માર્ગ બંધ તેમજ ફરીથી પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહને લીધે નવસારી નેશનલ હાઇવે તેમજ ડાંગ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.કચ્છમાં નેશનલ હાઇવે હાલ બંધ છે.

2 ચોપર વિમાનથી રેસ્ક્યૂની કામગીરી પૂર ઝડપમાં

NDRF ની 4 ટીમ નવસારી વાસદામાં મુકવામાં આવી છે તેમજ Sdrfની 2 ટીમો પણ ખડેપગે લોકોની સેવા કરી રહી છે. 3 ચોપર વિમાનની માંગણી સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાંથી 2 ચોપર વિમાન નવસારી પહોંચ્યા છે અને પાણીમાં ફસાયેલા લોકોનું દિલઘડક રેસ્ક્યૂ કરી રહ્યા છે.ગણદેવીમાં પરિસ્થિતિ ખરાબ છે, સંપૂર્ણ નુકસાન પામેલા મકાન 126, સંપૂર્ણ નુકસાન ઝુંપડા 19 છે.

કુલ 39,177 લોકોનું રેસ્ક્યૂ કરાયું

7 જુલાઇથી સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે 39,177 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી  17,394 લોકો હેમખેમ ઘરે પરત ફર્યા છે. 21,346 લોકો આશ્રય સ્થાનમાં છે. SDRFની 22 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 5467 ગામોમાં વીજળી બંધ થઈ હતી જેમાંથી 5426 ગામમાં વીજળી પરત ચાલુ કરવામાં આવી છે. હાલ માત્ર વધુ પૂરઅસરગ્રસ્ત 41 ગામમાં વીજળી પુરવઠો બંધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *